દુબઈઃ શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમને આઈસીસીએ મે મહિનાનો બેસ્ટ પ્લેયર પસંદ કર્યો છે. રહીમ સિવાય આ એવોર્ડ માટે આઈસીસીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી અને શ્રીલંકાના પ્રવીણ જયવિક્રમાને નોમિનેટ કર્યા હતા. મુશફિકુર રહીમની શાનદાર બેટિંગની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમવાર વનડે સિરીઝમાં જીત મેળવી હતી. 


મુશફિકુર રહીમે ત્રણ વનડે મેચોની સિરીઝમાં 79ની શાનદાર એવરેજથી 237 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ એવોર્ડ માટે નોમિનેટ થયેલા ફાસ્ટ બોલર હસીન અલીનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું અને તેણે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ સિરીઝમાં 14 વિકેટ પોતાના નામે કરી હતી. તો બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પ્રવીણે શ્રીલંકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube