BANvsZIM: 450 દિવસ બાદ બાંગ્લાદેશની ટીમે જીતી ટેસ્ટ મેચ, મુશફિકુરે ફટકારી બેવડી સદી
મુશફિકુર રહીમની બેવડી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી બાંગ્લાદેશની ટીમે એકમાત્ર ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેને ઈનિંગ અને 106 રને પરાજય આપ્યો છે.
નવી દિલ્હીઃ યજમાન બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે (Bangladesh vs Zimbabwe)ની ટીમ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઇ હતી. આ ટેસ્ટ મેચને બાંગ્લાદેશની ટીમે મોટા અંતરથી જીતી લીધી છે. પરંતુ 450 દિવસ બાદ બાંગ્લાદેશની ટીમે કોઈ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા હાંસિલ કરી છે. બાંગ્લાદેશે ઢાકા ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેને ઈનિંગ અને 106 રનથી પરાજય આપ્યો છે.
આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમે તેને 265 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ ઇનિંગમાં કેપ્ટન ઇરવાઇને 107 રન ફટકાર્યા જ્યારે, પ્રિન્સ મસ્વૌરએ 64 રનનું યોગદાન આપ્યું હતું. તો બાંગ્લાદેશની ટીમ તરફથી અબુ જાયદ અને નયીમ હસને 4-4 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે બે વિકેટ તઇજુલ ઇસ્લામે પોતાના નામે કરી હતી.
મુશફિકુર રહીમે ફટકારી બેવડી સદી
બીજીતરફ ઝિમ્બાબ્વેના 265 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 154 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 560 રન બનાવ્યા અને દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશને પ્રથમ ઈનિંગના આધારે 295 રનની લીડ મળી હતી. મુશફિકુર રહીમે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારતા 318 બોલમાં અણનમ 203 રન બનાવ્યા હતા. આ મેચમાં તે બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
કોહલીનો પૂજારા અને અન્યને સંદેશઃ વધુ સાવધાની રાખવાથી ફાયદો નહીં થાય
તો કેપ્ટન મોમિનુલ હકે 234 બોલમાં 132 રન બનાવ્યા હતા, જ્યારે નજમુલ હુસૈને 71 અને વિકેટકીપર લિટન દાસે 53 રનનું યોગદાન આપ્યું હતું. તો 295 રનની લીડનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 189 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ બાંગ્લાદેશે આ એકમાત્ર મેચ ઈનિંગ અને 106 રને જીતી હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં નયીમ હસને 5 વિકેટ અને તઇજુલ ઇસ્લામે 4 વિકેટ ઝડપી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube