ઢાકાઃ ન્યૂઝીલેન્ડની એક મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં માંડ-માંડ બચેલી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ શનિવારે રાત્રે સ્વદેશ પરત પહોંચી ગઈ છે. ઘર વાપસી બાદ ખેલાડીઓએ કહ્યું કે, તેને સામાન્ય થવામાં હજુ સમય લાગશે. બાંગ્લાદેશના મુખ્ય અખબાર 'ડેલી સ્ટાર' પ્રમાણે બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે, ખેલાડીઓનો અનુભવ એટલો ભયાનક રહ્યો કે, તેને ક્રિકેટમાંથી બ્રેક લેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખબારે કહ્યું, તેમણે ખેલાડીઓને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા અને તે દિવસને યાદ ન કરવા માટે કહ્યું છે. 


બાંગ્લાદેશના સીનિયર બેટ્સમેન તમીમ ઇકબાલે પણ કહ્યું કે, ખેલાડીઓને સામાન્ય થવામાં સમય લાગશે. 


તેણે કહ્યું, અમે જે પણ જોયું છે, તેમાંથી બહાર આવતા સમય લાગશે. તે સારી વાત છે કે અમે પરિવારની પાસે પરત આવી ગયા, કારણ કે બધા ચિંતામાં હતા. આશા છે કે, અમે ઝડપથી આ ઘટનામાંથી બહાર આવી જશું.