બાંગ્લાદેશ: ખેલાડીઓ સમક્ષ નમ્યું ક્રિકેટ બોર્ડ, સ્વીકારી 11 માગ, હડતાળનો અંત
બાંગ્લાદેશ ક્રિકેટ (Bangladesh) ના ભારત પ્રવાસ પહેલા આવેલું સંકટ દૂર થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ હડતાળ પર જઈ રહેલા ક્રિકેટરોની 13માંથી 11 માગણીઓ સ્વીકારી છે. આ સાથે ક્રિકેટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે
ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટ (Bangladesh) ના ભારત પ્રવાસ પહેલા આવેલું સંકટ દૂર થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ હડતાળ પર જઈ રહેલા ક્રિકેટરોની 13માંથી 11 માગણીઓ સ્વીકારી છે. આ સાથે ક્રિકેટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આવતા મહિને (India vs Bangladesh) ભારતના પ્રવાસે આવે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાશે, જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પણ એક ભાગ છે.
આ પણ વાંચો:- ફ્રેન્ચ ઓપન: સાઈના પહોંચી બીજી રાઉન્ડમાં, કશ્યપ, શ્રીકાંત અને સમીર પ્રથમ રાઉન્ડમાંથી બહાર
બાંગ્લાદેશના ક્રિકેટરોએ 11 માગણીઓ સાથે ત્રણ દિવસ પહેલા હડતાલ શરૂ કરી હતી. બીસીબી (BCB)ના પ્રમુખ નઝમુલ હસને (Nazmul Hassan) આ હડતાલ અંગે અગાઉ વિચાર્યું નહોતું. તેઓએ તેને કાવતરું ગણાવ્યું હતું. ખેલાડીઓ પણ તેમની હડતાળ પર રોકાયા હતા. ત્યારબાદ ટીમના પૂર્વ કેપ્ટન તેમજ સાંસદ મશરાફે મોર્તઝાએ ક્રિકેટરો અને ક્રિકેટ બોર્ડ વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, જે સફળ પણ રહ્યો હતો.
આ પણ વાંચો:- બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે તક
ક્રિકેટરોની આગેવાની કરી રહેલા શાકિબ અલ હસન (Shakib Al Hasan)એ બુધવાર રાત્રે જણાવ્યું હતું કે, અમારી બોર્ડ અધ્યક્ષ અને પદાધિકારીઓથી વાત થઇ છે. ચર્ચા સકારાત્મક રહી છે. તેમણે અમારી મોટાભાગની માગ સ્વીકારી છે. તેમણે ટુંકસમયમાં પૂરી કરવાની ખાતરી આપી છે. હવે અમે એનસીએલમાં પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહ્યાં છીએ. અમે ટ્રેનિંગ કેમ્પમાં પણ ભાગ લઇશું.
આ પણ વાંચો:- સૌરવ ગાંગુલીની સામે 5 મોટા પડકાર, સરળ નથી 9 મહિનાનો કાર્યકાળ
બાંગ્લાદેશના ક્રિકેટરોએ 11 માગણીઓ સાથે હડતાલની શરૂઆત કરી હતી. બાદમાં, તેમણે આ સૂચિમાં વધુ બે માગણીઓ ઉમેરી હતી. આ બંને માગમાં બોર્ડની કમાણીમાં ખેલાડીઓનો હિસ્સો અને પુરુષ ક્રિકેટરોને મહિલા ક્રિકેટરો સમાન પગારનો સમાવેશ કરે છે. બોર્ડે 13 ખેલાડીઓની 11 માગણીઓ સ્વીકારી છે.
જુઓ Live TV:-