સિયાલહટઃ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચોની શ્રેણીના પ્રથમ ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ મેચર અપસેટ સર્જતા યજમાન બાંગ્લાદેશને 151 રને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પાંચ વર્ષોમાં ઝિમ્બાબ્વેની આ પ્રથમ ટેસ્ટ જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ ઈનિંગમાં 282 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ 88 અને પીટર મૂર 63 રન (અણનમ) બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ઇસ્લામે 6 વિકેટ ઝડપી હતી. જવાબમાં બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી અને 50 રનની અંદર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશની આખી ટીમ 143 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી ટેંડઈ ચતારા અને સિકંદર રજાએ 3-3 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગને આધારે ઝિમ્બાબ્વેને 139 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઝિમ્બાબ્વેની ટીમ 181 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ઝડપનાર તૈજુલ ઇસ્લામે બીજી ઈનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. તૈજુલ સિવાય મેંહદી હસનને પણ ત્રણ સફળતા મળી હતી. બીજી ઈનિંગમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન હૈમિલટન માસ્કાજદાએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. 


321 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત બીજા દાવમાં પણ ખરાબ રહી હતી. ટીમે 5 વિકેટ માત્ર 111 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ અરિફુલ હકે 38 રન બનાવીને ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેની મહેનત કામ ન લાગી અને આખી ટીમ બીજા દાવમાં 169 રન પર આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી બ્રૈંડન મઉતાએ 4 તથા સિકંદર રજાએ ત્રણ વિકેટ લીધી હતી. અંતિમ વિકેટના રૂપમાં અરિફુલ હક આઉટ થયો હતો. મેચમાં પોતાના પ્રદર્શન માટે સીન વિલિયમ્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.