Shocking સમાચાર: મહાન બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 13 વર્ષની દીકરી પણ હતી સાથે
અમેરિકા (America) ના કેલિફોર્નિયા (California)માં થયેલ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં અમેરિકાના ફેમસ બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ (Kobe Bryant) અને તેમની દીકરી પણ સામેલ હતી. બ્રાયન્ટના મોતથી દુનિયાભરના તેમના બાસ્કેટબોલ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ શોકિંગ ન્યૂઝ પર દુખ વ્યક્ત કર્યું છે. તો હોલિવુડ એક્ટ્રેસ બનેલી પ્રિયંકા ચોપરાએ પણ તેઓને ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, બ્રાયન્ટ અમેરિકાના સૌથી પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયરમાંથી એક હતા.
નવી દિલ્હી :અમેરિકા (America) ના કેલિફોર્નિયા (California)માં થયેલ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં અમેરિકાના ફેમસ બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ (Kobe Bryant) અને તેમની દીકરી પણ સામેલ હતી. બ્રાયન્ટના મોતથી દુનિયાભરના તેમના બાસ્કેટબોલ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ શોકિંગ ન્યૂઝ પર દુખ વ્યક્ત કર્યું છે. તો હોલિવુડ એક્ટ્રેસ બનેલી પ્રિયંકા ચોપરાએ પણ તેઓને ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, બ્રાયન્ટ અમેરિકાના સૌથી પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયરમાંથી એક હતા.
સાપસીડીની રમત જેવું બન્યું ગુજરાતનું હવામાન, બે દિવસ માવઠાની આગાહી, અને તેના પછી...
કોબે બ્રાયન્ટ 2008 અને 2012માં ઓલિમ્પિક ગોલ્ડ જીતનારી અમેરિકન બાસ્કેટબોલ ટીમના પ્લેયર હતા. તેઓ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનમાં લોસ એન્જેલસ લેકર્સ (Los Angeles Lakers) માટે સતત 20 વર્ષ સુધી રમ્યા હતા. તેઓને એનબીએ (NBA)ના મહાન પ્લેયરના લિસ્ટમાં સામેલ કરાયા છે.
આ મહાન પ્લેયરના નિધનથી દુનિયાભરના પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હેલિકોપ્ટર ક્રેશમાં 41 વર્ષીય બ્રાયન્ટની સાથે તેમની 13 વર્ષની દીકરી અને અન્ય 3 લોકો પણ સવાર હતા. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકોના પણ મોત નિપજ્યા છે.
રાશિફળ 27 જાન્યુઆરી : તગડી કમાણી થશે કે ફાલતુ ખર્ચા થશે, આજનું રાશિફળ વાંચીને નીકળજો ઘરની બહાર
આ અકસ્માત રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 કલાકે થયો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, અકસ્માત સમયે વાદળછાયુ વાતાવરણ છવાયેલું હતું. આવા વાતાવરણને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં બચાવ દળને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે, કોબે બ્રાયન્ટ, બાસ્કેટ બોલના મહાન પ્લેયર્સમાંથી એક હતા. તેઓ પોતાના પરિવારને બહુ પ્રેમ કરતા હતા અને ભવિષ્યને લઈને બહુ જ ઉત્સાહી હતી. અકસ્માતમાં તેમની સુંદર દીકરીનું પણ મોત આ પળને વધુ દર્દનાક બનાવી રહી છે.
મહાન પ્લેયર કોબે બ્રાયન્ટના મોતના સમાચાર દુનિયાભરના પ્લેયર્સ માટે મોટો ઝટકો છે. ક્રિકેટર વિરાટ કહોલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, કોબેના મોતના સમાચાર સાંભળી હું સ્તબ્ધ છું. તેઓએ પોતાના બાળપણની યાદગીરીનો ઉલ્લેખ કર્યો. કોહલીએ લખ્યું કે, નાનપણમાં હું જ્યારે હું ઉંઘમાંથી ઉઠતો તો આ મહાન પ્લેયરને ચમત્કાર કરતો જોતો હતો. બીસીસીઆઈએ પણ આ પ્લેયરને શ્રદ્ધાંજલિ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશભરના સમાચાર જોવા માટે કરો ક્લિક...