Sachin Tendulkar કે Virat Kohli નહીં, આ ભારતીય બેટ્સમેને ફટકાર્યા છે ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન
ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન છેલ્લાં ઘણો વર્ષોથી સારું રહ્યું નથી. માત્ર કેટલાંક ખેલાડી ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રનનો રેકોર્ડ સર્જવામાં સફળ રહ્યા છે.
નવી દિલ્લી: આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (ICC World Test Championship Final)માં હાર પછી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને ફેન્સને ઈંતઝાર ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો છે. 2007માં છેલ્લે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીત્યા પછી ભારતીય ટીમ સતત ત્યાં હારી છે. હવે ભારતીય ટીમ પાસે વધુ એક તક છે અને તેના માટે ટીમનું બેટિંગમાં સારું પ્રદર્શન જરૂરી છે. સિરીઝમાં ભારત માટે કોણ સૌથી વધારે રન બનાવશે, તે તો થોડા જ દિવસમાં ખબર પડી જશે. પરંતુ હજુ સુધી ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધારે રનનો રેકોર્ડ રાહુલ દ્રવિડ (Rahul Dravid)નું નામ છે.
રાહુલ દ્રવિડ સૌથી સફળ બેટ્સમેન:
મહાન ભારતીય બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના નામે ભારત તરફથી ઈંગ્લેન્ડમાં એક સિરીઝમાં સૌથી વધારે રનનો રેકોર્ડ છે. દ્રવિડે 2002ના પ્રવાસમાં ચાર મેચની સિરીઝમાં 602 રન બનાવ્યા હતા. જેમાં દ્રવિડે 3 સદી ફટકારી હતી.
વિરાટ કોહલી બીજા નંબરનો સફળ બેટ્સમેન:
હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. 2014ના પ્રવાસમાં નિષ્ફળતા પછી કોહલીએ 2018ની સિરીઝમાં રનનો પહાડ બનાવ્યો હતો. તેણે 5 મેચમાં 2 સદી અને 3 અર્ધસદીની મદદથી સૌથી વધારે 593 રન બનાવ્યા હતા.
સુનિલ ગાવસ્કરે પણ બેટથી વરસાવ્યો હતો રનનો ધોધ:
મહાન ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ ઈંગ્લેન્ડમાં પોતાના બેટથી રનનો ધોધ વરસાવ્યો હતો. 1979ના પ્રવાસમાં ગાવસ્કરે 4 મેચની સિરીઝમાં 1 સદી અને 4 અર્ધસદીની મદદથી 542 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં બંને ટીમમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમન હતો.
રાહુલ દ્રવિડનું નામ બે વાર યાદીમાં:
રાહુલ દ્રવિડ એક વાર નહીં પરંતુ બે વાર આ યાદીમાં આવે છે. 2002 ઉપરાંત 2011માં પોતાના છેલ્લાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ રાહુલે ઘણા રન બનાવ્યા હતા. આ સિરીઝમાં 4 મેચમાં દ્રવિડે 4 સદી સહિત 461 રન બનાવ્યા હતા.
ઐશ્વર્યાની નાની બહેનનો પણ સુંદરતામાં નથી કોઈ મુકાબલો, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી થઈ ગઈ ગાયબ
Taarak Mehta... ના નવા દયાબેન સોશલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ, પહેલીવાર સામે આવ્યો વીડિયો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube