BCCI: વર્લ્ડકપમાં હાર બાદ BCCIનું સફાઈ અભિયાન હજું પણ ચાલું! હવે આ દિગ્ગજને ટીમ ઈન્ડિયામાંથી કાઢ્યો!
BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો.
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફુલ એક્શન મોડમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે BCCIએ વધુ એક નિર્ણય લીધો છે.
દ્રવિડનો ફેવરિટ માનવામાં આવે છે અપ્ટન
અહેવાલ મુજબ, BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપ્ટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ તેમણે 53 વર્ષીય અપ્ટનને મેન્ટલ કન્ડીશનિંગ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 53 વર્ષીય અપ્ટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈમાં જોડાયા હતા.
સુનીલ ગાવસ્કર પણ થયા હતા નારાજ
ટી20 વર્લ્ડકપ 2022 દરમિયાન મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર પૈડી અપ્ટન પ્રતિ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલ મેચમાં કેએલ રાહુલ ફ્લોપ થઈ ગયો તો લિટિલ માસ્ટરે પેડી અપ્ટનને સલાહ આપી હતી કે તેમણે રાહુલની સાથે કામ કરવું જોઈએ. અપ્ટનને ખેલાડીઓ પરથી પ્રેશર હટાવવામાં મદદ કરવા માટે રાખવામાં આવ્યો હતો, જેમાં તેઓ મહંદઅંશે સફળ પણ રહ્યા. ઉદાહરણ તરીકે અપ્ટનની સલાહ વિરાટ કોહલીને ઘણી કામ આવી હતી અને તે ફોર્મમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો.
પહેલા પણ ટીમ ઈન્ડિયાની સાથે કામ કરી ચૂક્યા છે અપ્ટન
ભારતીય ટીમની સાથે 2008-11 દરમિયાનના સમયગાળામાં પૈડીએ મેંન્ટ કન્ડીશનિંગ કોચ અને રાજનૈતિક કોચની ભૂમિકામાં કામ કર્યું છે. તે દરમિયાન હેડ કોચ ગેરી કર્સ્ટન, દ્રવિડ સહિત ઘણા મોટા ખેલાડીઓની સાથે તેમનો તાલમેલ સારો રહ્યો હતો. ભારત તે સમયગાળા દરમિયાન વર્લ્ડકપ સિવાય ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યું હતું. બાદમાં દ્રવિડ અને પૈડી અપ્ટનને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની સાથે પણ કામ કર્યું હતું.
આઈપીએલમાં કોચિંગનો છે લાંબો અનુભવ
પેડી અપ્ટન 2011 વર્લ્ડકપ પછી પરફોર્મન્સ ડિરેક્ટર તરીકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાયા અને 2014 સુધી તે ભૂમિકામાં રહ્યા. પેડી અપ્ટને IPLમાં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને પુણે વોરિયર્સ સાથે કામ કર્યું છે. આ સાથે, અપ્ટને PSL ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સ અને બિગ બેશમાં ભાગ લેનારી સિડની થંડર ટીમને પણ કોચિંગ આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube