મોહાલીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ અજીત સિંહ શેખાવતે (Ajit sinh Shekhavat) મંગળવારે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારને પહોંચી વળવા માટે સટ્ટાને કાયદેસર કરવાની સલાહ આપી છે. શેખારત રાજસ્થાન પોલીસના ડીજીપી હતી. તેઓ પાછલા વર્ષે એપ્રિલમાં એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ બન્યા હતા. શેખાવતનું નિવેદન તે સમયે આવ્યું છે, જ્યારે સટ્ટાબાજો દ્વારા 12 નેશનલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકટરો સાથે સંપર્ક કરવાની વાત સામે આવી છે. બીજીતરફ પ્રથમવાર એક ભારતીય મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેખાવતને પૂછવામાં આવ્યું હતું કે શું, મુંબઈ, કર્ણાટક અને તમિલનાડુમાં આ વર્ષે મેચ ફિક્સિંગનો મામલા આવ્યા બાદ દેશમાં સ્પોટ ફિક્સિંગને રોકવા અશક્ય થઈ ગયું છે? તેના પર તેમણે કહ્યું,  'એવું નથી કે જેને રોકી ન શકાય. આપણે તેની વિરુદ્ધ મેચ ફિક્સિંગ કાયદો બનાવવાની જરૂર છે. જો તેની વિરુદ્ધ સ્પષ્ટ કાયદો બને છે, તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ થશે.'


ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં મેચ ફિક્સિંગ ગુનોઃ શેખાવત
શેખાવતે કહ્યું, 'પાછલા વર્ષે ભારતીય લો કમીશને મેચ ફિક્સિંગને એક ગુનો જાહેર કરવાની વાત કરી હતી. આવું ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. સટ્ટાખોરીને કાયદેસર કરવી ભ્રષ્ટાચારને રોકવાની વધુ એક રીત છે. તેનાથી બધો ગેરકાયદેસર કારોબાર નિયંત્રિત થઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક માપદંડ બનાવવા પડશે, જેથી બધુ નિયંત્રણમાં હોય. તેથી સરકારને પણ આવકમાં મોટી રકમ મળી શકે છે.'


લોઢા સમિતિએ પણ સટ્ટાબજારને કાયદેસર કરવાની ભલામણ કરી હતી
સુપ્રીમ કોર્ટે 2013મા આઈપીએલમાં સટ્ટો અને સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યા બાદ 2015મા પૂર્વ ચીફ જસ્ટિસ આરએમ લોઢાની આગેવાનીમાં એક સમિતિ બનાવી હતી. ત્યારે લોઢા સમિતિએ પણ સટ્ટાને કાયદેસર કરવાની સલાહ આપી હતી. પરંતુ તે સમિતિએ કહ્યું હતું કે, તેને કેટલિક શરતોની સાથે લાગૂ કરવી પડશે. જેમ કે મેચમાં રમી રહેલા ખેલાડી તેમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈપણ રીતે સામેલ ન થાય


સ્મિથનો રેકોર્ડ અદ્ભુત, પરંતુ વિરાટ પણ સર્વશ્રેષ્ઠઃ સૌરવ ગાંગુલી


મહિલા ક્રિકેટરની ફરિયાદ પર બે વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઇ
સોમવારે એક મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી હતી. ત્યારબાદ એન્ટી કરપ્શન યૂનિટે રાકેશ બાફના અને જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ ફિક્સિંગ અને છેતરપિંડીને લઈને બેંગલુરૂમાં એફઆઈઆર દાખલ કરાવી છે. જાણકારી પ્રમાણે, બાફનાએ મહિલા ટીમની એક આંતરરાષ્ટ્રીય ખેલાડી સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ફિક્સિંગની વાત કરી હતી. 


ક્રિકેટરે એક આરોપીની સાથે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ આપ્યું છે. સ્પોર્ટ્સ મેનેજર જિતેન્દ્ર કોઠારીએ સોશિયલ સાઇટ દ્વારા ભારતીય ખેલાડી સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે બાફનાને મેચ ફિક્સ કરાવવા માટે મહિલા ક્રિકેટરને અપ્રોચ કર્યો. આ મામલામાં આઈસીસીએ પણ તપાસ શરુ કરી દીધી છે. આ વચ્ચે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ ફિક્સિંગની તપાસ ચાલી રહી છે.