IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાકીની 3 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ થયું બહાર, કોનો થયો સમાવેશ
Team India Squad Announced: ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સિરીઝની બાકી 3 મેચોમાં રમશે નહીં.
Team India Squad Announced: ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સિરીઝની બાકી 3 મેચોમાં રમશે નહીં. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર પણ ઈંગ્લેન્ડ સામેની બાકી 3 ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ચાલુ છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ આગામી અઠવાડિયે ગુરુવાર 15 ફેબ્રુઆરીથી રમાશે. પાંચ મેચની આ સિરીઝમાં હાલ બંને ટીમો 1-1થી બરાબર છે. આવામાં રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વની છે.
આ ખેલાડીઓ બહાર
વિરાટ કોહલીએ શુક્રવારે સિલેક્ટર્સની ઓનલાઈન બેઠકમાં આ જાણ કરી હતી કે તેઓ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાકી બચેલી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો હિસ્સો બની શકશે નહીં. શ્રેયસ ઐય્યરે પીઠમાં સમસ્યા અને ગ્રોઈન એરિયામાં દુખાવાની ફરિયાદ કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રેયસ ઐય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈ મેડિકલ સ્ટાફને જાણ કરી હતી કે 30થી વધુ બોલ રમ્યા બાદ તેની પીઠ અકડાઈ જાય છે અને ફોરવર્ડ ડિફેન્સ રમતી વખતે કમરમાં દુખાવો મહેસૂસ થાય છે. સર્જરી બાદ પહેલીવાર તે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આથી થોડા સમય માટે આરામની સલાહ અપાઈ છે. ઐય્યરે હૈદરાબાદ અને વાઈઝેગમાં રમાયેલી પહેલી બે ટેસ્ટ મેચમાં 25, 13, 27 અને 29 રન નોંધાવ્યા હતા.
આ ખેલાડીઓ પર મોટું અપડેટ
રવિન્દ્ર જાડેજા અને કે એલરાહુલને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાંઆવ્યા છે. પરંતુ તેમની ભાગીદારી બીસીસીઆઈ મેડિકલ ટીમ તરફથી ફિટનેસ મંજૂરી પર નિર્ભર કરશે. રવિન્દ્ર જાડેજા અને કે એલ રાહુલ બંને બીજી ટેસ્ટ રમ્યા નહતા. કે એલ રાહુલ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેનના કારણે વિશાખાપટ્ટનમ ટેસ્ટથી બહાર રહ્યા બાદ હવે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. કે એક રાહુલ જો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય તો તે વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન 4 પર રમશે. રાહુલ હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પણ નંબર 4 પોઝિશન પર બેટિંગ કરવા ઉતર્યો હતો. હૈદરાબાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં રાહુલે 86 રન કર્યા હતા. જો કે બીજી ઈનિંગમાં ફક્ત 22 રન કર્યા હતા.
બાકીની 3 મેચો માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, કે એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જૂરેલ (વિકેટકિપર), આ અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, આકાશદીપ
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સીરીઝની બાકી 3 ટેસ્ટ મેચ
ત્રીજી ટેસ્ટ મેચ- 15 થી 19 ફેબ્રુઆરી, સવારે 9.30 વાગ્યાથી, રાજકોટ
ચોથી ટેસ્ટ મેચ- 23-27 ફેબ્રુઆરી, સવારે 9.30 વાગ્યાથી રાંચી
પાંચમી ટેસ્ટ મેચ- 7-11 માર્ચ, સવારે 9.30 વાગ્યાથી, ધર્મશાળા