નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી ઘણા ભારતીય ક્રિકેટરો ડોમેસ્ટિક ક્રિકેટને રમવાનું બંધ કરી દીધુ હતું. બીસીસીઆઈ તરફથી આવા ખેલાડીઓ પર કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટને સતત નજરઅંદાજ કરી રહ્યાં હતા. આ મુદ્દો વિવાદનું કારણ બન્યો હતો. હવે ભારતીય ક્રિકેટ બોર્ડે આ મુદ્દે મોટી કાર્યવાહી કરી છે. બે સ્ટાર ખેલાડીઓને આઈપીએલ કોન્ટ્રાક્ટમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને વાર્ષિક કોન્ટ્રાક્ટ નહીં
ભારતીય ક્રિકેટ બોર્ડે આજે વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં કુલ 30 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત છે કે આ કોન્ટ્રાક્ટની કોઈપણ કેટેગરીમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને તક આપવામાં આવી નથી. ઈશાન કિશન અને શ્રેયસ અય્યર વિશ્વકપની ટીમમાં પણ હતા. આ બંને ખેલાડી ફિટ હોવા છતાં રણજી ટ્રોફીની ચાલી રહેલી સીઝનમાં રમ્યા નહીં. ત્યારબાદ બીસીસીઆઈએ આ મુદ્દે કહ્યું હતું કે ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા આપવી પડશે. 


ભારતીય ખેલાડીઓએ આજે કોન્ટ્રાક્ટ ખેલાડીઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં અય્યર અને ઈશાન કિશન અંગે બીસીસીઆઈએ કહ્યું કે ખેલાડીઓના કોન્ટ્રાક્ટના આ રાઉન્ડમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એટલે કે આ બે સ્ટાર ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી બીસીસીઆઈએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ભારતીય ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમતા હોય ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપવું પડશે.


ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.


ગ્રેડ  A (5 કરોડ રૂપિયા)
આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા


ગ્રેડ B ( 3 કરોડ રૂપિયા)
સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસવાલ.


ગ્રેડ C (1 કરોડ રૂપિયા)
રિંકૂ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર