IPL 2023 Playoffs: આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી થઈ હતી અને તેનો છેલ્લો એટલે કે ફાઈનલ મુકાબલો 28મી મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધીમાં આઈપીએલની 28 જેટલી મેચો રમાઈ ચૂકી છે અને દરેક મુકાબલો એકથી એક ચડિયાતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બીસીસીઆઈએ પ્લેઓફ મેચોનું શિડ્યૂલ પણ જાહેર કરી દીધુ છે. 


BCCI એ જાહેર કર્યું પ્લેઓફ શિડ્યુલ
ભારતીય  ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના પ્લેઓફ અને ફાઈનલ મુકાબલાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પ્લેઓફ અને ફાઈનલ 23મી મેથી 28મી મે 2023 સુધી ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. પહેલી ક્વોલિફાયર મેચ 23મી મેના રોજ એમએ  ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે અને ત્યારબાદ એલિમિનેટર 24મી મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 26મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને 28મી મેના રોજ આ જ મેદાનમાં આઈપીએલ 2023ની ફાઈનલ મેચ પણ રમાશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube