નવી દિલ્હીઃ બીસીસીઆઈ (BCCI)ની આજે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્મા  (Chetan Sharma) બીસીસીઆઈની સીનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા અધ્યક્ષ હશે. ચેતન શર્મા, એબે કુરૂવિલા અને દેબાશીષ મોહંતી બીસીસીઆઈ સીનિયર પસંદગી તમિતિના નવા સભ્ય હશે. મહત્વનું છે કે બીસીસીઆઈ પસંદગી સમિતિમાં ત્રણ જગ્યા ખાલી હતી. હવે ક્રિકેટ સલાહકાર સમિતિએ આ ત્રણ નવા પસંદગીકારની પસંદગી કરી છે. આ ત્રણેય નવા સભ્યો સુનીલ જોશી અને હરવિંદર સિંહ સાથે મળી કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્ષિક બેઠકમાં નિર્ણય
બીસીસીઆઈ એજીએમની બેઠકમાં અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આઈપીએલમાં બે નવી ટીમ જોડાશે. પાછલા ઘણા દિવસથી આ વાત પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ આજે બીસીસીઆઈએ એજીએમમાં મહોર મારી દીધી છે. પરંતુ આ બે નવી ટીમો 2022ની સીઝનથી જોડાશે. આ સાથે બેઠકમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને વળતર આપવામાં આવશે. આ વળતર પુરૂષ અને મહિલા બંન્ને વર્ગોમાં આપવામાં આવશે. 


ઓસ્ટ્રેલિયાના મહાન બોલરનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર 


રાજીવ શુક્લાને મળ્યુ પદ
આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાને બોર્ડના ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. તેઓ માહિમ વર્માનું સ્થાન લેશે જે ઉત્તરાખંડથી આવે છે. આ સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌરવ ગાંગુલી આઈસીસી બોર્ડના ડાયરેક્ટર બન્યા રહેશે. 


IPL 2022માં ગુજરાતની ટીમ
બીસીસીઆઈની એજીએમમાં નવી બે ટીમોને મંજૂરી આપવાની જાહેરાત બાદ ગુજરાતની ટીમની એન્ટ્રીનો રસ્તો સાફ થઈ ગયો છે. આઈપીએલ 2022ની સીઝનમાં ગુજરાતની ટીમ જોવા મળી શકે છે. અદાણી ગ્રુપ આ ટીમ ખરીદી શકે છે. આઈપીએલ-2022માં નવી બે ટીમ સામેલ થવાની સાથે કુલ 94 મુકાબલા રમાશે. તો એજીએમમાં 2028 લોસ એન્જસિલ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ (ટી20 ફોર્મેટ)ને સામેલ કરવાનું પણ સમર્થન કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર