IPL 2022: પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે બીસીસીઆઈએ ખોલ્યો ખજાનો, મળશે આટલા રૂપિયા
આઈપીએલ-2022ની સમાપ્તિ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચ માટે પિચ તૈયાર કરનાર ક્યૂરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે ઈનામની જાહેરાત કરી છે. જે છ ગ્રાઉન્ડમાં આઈપીએલનું આયોજન થયું ત્યાંના સ્ટાફને આ રૂપિયા આપવામાં આવશે.
નવી દિલ્હીઃ આઈપીએલની 15મી સીઝનની સમાપ્તિ થઈ ગઈ છે. આ વખતે ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્રોફી કબજે કરી છે. ટૂર્નામેન્ટની લીગ મેચ મુંબઈના વાનખેડે, ડીવાઈ પાટીલ, બ્રેબોન અને પુણેના એમસીએ મેદાનમાં રમાઈ હતી. ત્યારબાદ પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ્સમેનને બીસીસીઆઈ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કરીને સ્ટેડિયમના પિચ ક્યૂરેટરને ઈનામ આપવાની જાહેરાત કરી છે.
બીસીસીઆઈ સચિવે કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ્સમેનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, મને આઈપીએલના અજાણ્યા હીરોઝ માટે 1.25 કરોડની પુરસ્કાર રકમની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. તેમણે ટાટા આઈપીએલ 2022માં પોતાનું બેસ્ટ આપ્યું છે.
5 વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સિવર અને કૈથરીન બ્રંટે કર્યા લગ્ન
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સની જીત
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 130 રન બનાવ્યા હતા. ગુજરાતે 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. મેચમાં હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપવાની સાથે 34 રન પણ બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube