BCCI એ ઘરેલૂ કાર્યક્રમ કર્યો જાહેર, અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ, રાજકોટમાં રમાશે T20
BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાનારી સિરીઝ માટે કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. સૌથી પહેલા ભારત શ્રીલંકા સામે વનડે અને ટી20 મેચની સિરીઝ રમશે. અમદાવાદ અને રાજકોટને પણ મેચ ફાળવવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે ઘરઆંગણે યોજાનારી સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આગામી જાન્યુઆરી મહિનાથી શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. ભારત શ્રીલંકા સામે ત્રણ વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. તો ન્યૂઝીલેન્ડ સામે પણ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમવાની છે. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ટેસ્ટ સિરીઝ બાદ ત્રણ વનડે મેચ પણ રમાશે.
અમદાવાદમાં રમાશે ટેસ્ટ મેચ
ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે 7 જાન્યુઆરીએ રાજકોટમાં ટી20 મેચ રમાશે. ત્યારબાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9થી 13 માર્ચ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ પણ અમદાવાદમાં રમાશે.
ભારત-શ્રીલંકા કાર્યક્રમ
3 જાન્યુઆરી, પ્રથમ ટી20, મુંબઈ
5 જાન્યુઆરી, બીજી ટી20, પુણે
7 જાન્યુઆરી, ત્રીજી ટી20, રાજકોટ
10 જાન્યુઆરી, પ્રથમ વનડે, ગુવાહાટી
12 જાન્યુઆરી, બીજી વનડે, કોલકત્તા
15 જાન્યુઆરી, ત્રીજી વનડે, તિરૂવનંતપુરમ
ભારત ન્યૂઝીલેન્ડ કાર્યક્રમ
18 જાન્યુઆરી, પ્રથમ વનડે, હૈદરાબાદ
21 જાન્યુઆરી, બીજી વનડે, રાયપુર
24 જાન્યુઆરી, ત્રીજી વનડે, ઈન્દોર
27 જાન્યુઆરી, પ્રથમ ટી20, રાંચી
29 જાન્યુઆરી, બીજી ટી20, લખનઉ
1 ફેબ્રુઆરી, ત્રીજી ટી20, અમદાવાદ
ભારત ઓસ્ટ્રેલિયા કાર્યક્રમ
9-13 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, નાગપુર
17-21 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, દિલ્હી
1-5 માર્ચ, ત્રીજી ટેસ્ટ, ધર્મશાલા
9-13 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ
17 માર્ચ, પ્રથમ વનડે, મુંબઈ
19 માર્ચ, બીજી વનડે, વિઝાગ
22 માર્ચ, ત્રીજી વનડે, ચેન્નઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube