Team India International Home Schedule: રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ સમયે ટી20 વિશ્વકપમાં વ્યસ્ત છે. આ મેગા ઈવેન્ટ બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમ ખુબ વ્યસ્ત રહેવાની છે. વિશેષ રૂપે ટીમ ઈન્ડિયાએ પોાના ઘરેલું મેદાન પર ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવાની છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29 જૂને ટી20 વિશ્વકપની ફાઈનલ રમાશે. ભારતીય ફેન્સ આશા કરી રહ્યાં છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલ રમે અને ટ્રોફી જીતી. પરંતુ ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતશે કે નહીં તે આવનારો સમય જણાવશે. 


ટીમ ઈન્ડિયા વિશ્વકપ બાદ પણ સતત એક્શનમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયા સૌથી પહેલા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે, જે પહેલાથી નક્કી છે. ભારત ત્યાં 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમશે. ત્યારબાદ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેણે વનડે અને ટી20 સિરીઝ રમવાની છે. 


આ પ્રવાસ બાદ ભારતીય ટીમની ઘરેલુ સીઝનની શરૂઆત સપ્ટેમ્બરથી થશે અને ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. ભારતીય ટીમ આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે. આ ટીમો વિરુદ્ધ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે બે અને ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે. આ સિવાય 8 ટી20 અને 3 વનડે મેચ પણ ભારતીય ટીમ રમશે.


અહીં જુઓ ભારતીય ટીમનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ ( IND vs BAN )


19-23 સપ્ટેમ્બર: પ્રથમ ટેસ્ટ, ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ
27 સપ્ટેમ્બર: 1 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર


8 ઓક્ટોબર: 1લી T20I, HPCA, ધર્મશાલા
9 ઓક્ટોબર: બીજી T20, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
ઓક્ટોબર 12: ત્રીજી T20I, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ


આ પણ વાંચોઃ પેટ કમિન્સની હેટ્રિકથી બની ગયો અદ્ભુત સંયોગ, હવે ભારતનું ચેમ્પિયન બનવાનું નક્કી!


ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ( IND vs NZ )
16-20 ઓક્ટોબર: પહેલી ટેસ્ટ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
24-28 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે
01-05 નવેમ્બર: ત્રીજી ટેસ્ટ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ


ભારત vs ઈંગ્લેન્ડ (જાન્યુઆરી 2025)
22 જાન્યુઆરી: 1લી T20I, ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ
25 જાન્યુઆરી: બીજી T20I, ઇસન ગાર્ડન્સ, કોલકાતા
28 જાન્યુઆરી: ત્રીજી T20I, નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ
31 જાન્યુઆરી: ચોથી T20I, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે
02 ફેબ્રુઆરી: પાંચમી T20I, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
06 ફેબ્રુઆરી: 1લી ODI, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
09 ફેબ્રુઆરી: બીજી ODI, બારાબતી સ્ટેડિયમ, કટક
12 ફેબ્રુઆરી: ત્રીજી ODI, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદ