BCCI એ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાના સહયોગી સ્ટાફ (સીનિયર પુરુષ) માટે કોન્ટ્રાક્ટ આગળ લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ પૂરી થયેલી આઈસીસી પુરુષ વનડે ક્રિકેટ વર્લ્ડ  કપ 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ BCCI એ દ્રવિડ સાથે ચર્ચા કરી અને છેલ્લે સર્વસંમતિથી કાર્યકાળને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. બોર્ડે ભારતીય ટીમને તૈયાર કરવામાં દ્રવિડની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી છે અને તેમની સાથે કોન્ટ્રાક્ટને આગળ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 


બોર્ડે એનસીએના પ્રમુખ અને સ્ટેન્ડ ઈન હેડ કોચ તરીકે વીવી એસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે. બીસીસીઆઈએ  કોચિંગ સ્ટાફના પણ વખાણ કર્યા છે અને પોતાના નિવેદનમાં કહ્યું છે કે બધાએ મળીને ટીમને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બધાએ ભારતીય ટીમ માટે મળીને શાનદાર કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે બીસીસીઆઈએ દ્રવિડની સાથે સાથે સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ લંબાવ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube