BCCI Annual Contract: બીસીસીઆઈ સચિવ જય શાહે એક મોટો ખુલાસો કર્યો છે. શાહે જણાવ્યું છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટથી બહાર કરવાનો નિર્ણય કોણે લીધો હતો. અત્રે જણાવવાનું કે આ વર્ષે જાહેર થયેલા બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાંથી આ બંને ખેલાડીનું પત્તું કપાઈ ગયું હતું. ત્યારબાદ તો અનેક દિગ્ગજોએ બોર્ડના આ નિર્ણય પર પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે જય શાહે કહ્યું કે ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય ચીફ સિલેક્ટરનો હતો. વાત જાણે એમ છે કે બીસીસીઆઈ તરફથી નિર્દેશ મળવા છતાં ઘરેલુ ટુર્નામેન્ટ નહીં રમવા બદલ ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા. ઈશાને ગત વર્ષ વનડે વર્લ્ડ કપ બાદ લાંબો બ્રેક  લીધો અને સીધો હાલ ચાલી રહેલી આઈપીએલમાં જ રમતો જોવા મળ્યો. જ્યારે ઐય્યરે રણજી ટ્રોફીમાં સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત મુંબઈ માટે કેટલીક મેચ રમી. મુંબઈ ટીમ જ્યારે રણજી રમી રહી હતી ત્યારે ઐય્યર કોલકાતા નાઈટ રાઈડર્સના મુંબઈ શિબિરમાં ભાગ લઈ રહ્યો હતો. 


શાહે નિવેદન આપ્યું
જય શાહે બીસીસીઆઈ કાર્યાલય પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તમે બંધારણ જોઈ શકો છો. હું બસ સિલેક્શન કમિટીની બેઠક બોલાવું છું. તેમણે વધુમાં કહ્યું કે તે નિર્ણય અજીત અગરકરનો હતો. જ્યારે આ બંને ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ ન ખેલી તો તેમને બહાર રાખવાનો નિર્ણય પણ અગરકરનો જ હતો. મારુ કામ બસ તેના પર અમલ કરવાનો છે. અમને સંજૂ સેમસન જેવો સારો ખેલાડી મળી ગયો. શાહે કહ્યું કે તેમણે બાદમાં બંને ખેલાડીઓ સાથે વાત પણ કરી હતી. 


કરી હતી વાત
બીસીસીઆઈ સચિવે કહ્યું કે હમે તેમની સાથે વાત કરી હતી. મીડિયામાં રિપોર્ટ પણ આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ કહ્યું હતું કે જો બીસીસીઆઈ સફેદ બોલના ક્રિકેટ માટે તેમની પસંદગી કરે તો તેઓ વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવા માટે તૈયાર છે. દરેક ખેલાડીએ રમવું પડશે. ભલે તેની ઈચ્છા ન હોય. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ બાદ જય શાહે ઈશાન સાથે શું વાત કરી. તેના પર તેમણે કહ્યું કે મે તેને કોઈ સલાહ આપી નથી. આ દોસ્તાના વાતચીત હતી કે તેણે રમવું જોઈએ. હું તમામ ખેલાડીઓ સાથે આ રીતે વાત કરું છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube