નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સોમવાર 20 સપ્ટેમ્બરે 9મી એપેક્સ કાઉન્સિલની બેઠર યોજાઈ હતી. આ બેઠકમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા, જેમાં 2021-22 ના આંતરરાષ્ટ્રીય હોમ સીઝનની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ જાણકારી આપી કે ભારતીય ટીમ ક્યારે-ક્યારે રમશે. જૂન 2022 સુધી ચાર દેશ ભારતનો પ્રવાસ કરવાના છે અને ભારતમાં જૂન 2022 સુધી સતત ક્રિકેટની સીઝન રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICC T20 World Cup 2021 બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે, જ્યાં નવેમ્બર અને ડિસેમ્બરમાં બંને દેશો વચ્ચે ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે, જ્યાં ફેબ્રુઆરી 2022માં ત્રણ-ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝ રમાશે. તો ફેબ્રુઆરી-માર્ચ 2022માં શ્રીલંકાની ટીમ આવશે જે બે ટેસ્ટ અને ત્રણ ટી20 મેચ રમશે. આ સિવાય જૂન 2022માં સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે જે પાંચ મેચોની ટી20 સિરીઝ રમશે. 


Domestic Cricketers: ડોમેસ્ટિક ક્રિકેટરો માટે ખુશીના સમાચાર, BCCI એ મેચ ફીમાં કર્યો વધારો  


India vs Sri Lanka Test and T20I Series Schedule


પહેલી ટેસ્ટ - 25 ફેબ્રુઆરી 2022 થી - બેંગલુરુ


બીજી ટેસ્ટ - 5 માર્ચ 2022થી - મોહાલી


પહેલી ટી 20 - 13 માર્ચ 2022 - મોહાલી


બીજી T20 - 15 માર્ચ 2022 - ધર્મશાળા


ત્રીજી ટી 20 - 18 માર્ચ 2022 - લખનઉ


India vs South Africa T20I Series Schedule


પહેલી ટી 20 - 9 જૂન 2022 - ચેન્નઈ


બીજી T20 - 12 જૂન 2022 - બેંગલુરુ


ત્રીજી T20 - 14 જૂન 2022 - નાગપુર


ચોથી T20 - 17 જૂન 2022 - રાજકોટ


પાંચમી ટી 20 - 19 જૂન 2022 - દિલ્હી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube