નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મુંબઈ ઈન્ડિયન્સ અને અન્ડર 19 ટીમના એક ફાસ્ટ બોલરને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. બીસીસીઆઈએ આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં રમનાર અને ઈંગ્લેન્ડ માટે અન્ડર-19 ટીમમાં પસંદ કરાયેલા રાસિખ સલામ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના આ પગલા બાદ રસિખ સલામ 21 જુલાઈથી ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહેલી અન્ડર-19 ટીમનો સભ્ય હશે નહીં. સાઉથ કાશ્મીરમાં જિલ્લા કુલગામમાં રહેતા રસિખ સલામના સ્થાન પર ટીમમાં હવે પ્રભાત મૌર્યાને સ્થાન મળ્યું છે, જે આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ રીતે યુવા ક્રિકેટરે પોતાના શરૂઆતી કરિયરમાં બદનામીનો સામનો કરવો પડ્યો છે. 


બીસીસીઆઈએ એક નિદેવનમાં કહ્યું કે, રસિખ સલામે જે જન્મ પ્રમાણપત્ર બોર્ડમાં જમા કરાવ્યું હતું, તેમાં છેડછાડ જોવા મળી છે. તેમાં દોષી અને બોર્ડને છેતરવાને કારણે તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, જમ્મૂ કાશ્મીરનો આ ખેલાડી આઈપીએલમાં રમનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો હતો. 


World Cup 2019: ધવન બહાર થવા પર નિરાશ છે ગૌતમ ગંભીર, કર્યું ભાવુક ટ્વીટ 


આઈપીએલ 2019માં ભાગ લેનાર રસિખ સલામ ત્રીજો ખેલાડી છે. આ પહેલા પરવેજ રસૂલ અને મંજૂર ડાર આઈપીએલમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. રસિખ સલામે આ વર્ષે મુંબઈ માટે પોતાની પ્રથમ મેચ રમી હતી. આઈપીએલ 2019ની પ્રથમ મેચમાં રસિખ સલામે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 4 ઓવર બોલિંગ કરી, જેમાં તેણે 42 રન આપ્યા હતા. 


તેને ટૂર્નામેન્ટમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. રસિખ સલામને જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશને પાછલા વર્ષે રાજ્ય ટીમમાં સામેલ કર્યો હતો. રસિખ સલામને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઇરફાન પઠાણના ટેલેન્ડ હંટ અભિયાન દરમિયાન પસંદ કરવામાં આવ્યો હતો.