#MeTooમાં ફસાયેલા BCCIના CEO જોહરી જવાબ આપ્યા વગર રજા પર
યૌન શોષણના આરોપમાં ફસાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી હવે રજા પર જઈ રહ્યાં છે.
મુંબઈઃ એક અજાણી મહિલા લેખક દ્વારા યૌન શોષણના આરોપમાં ફસાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરી હવે રજા પર જઈ રહ્યાં છે. પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ તેમના પર લાગેલા આરોપો પર સફાઇ આપવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.
એક ટ્વીટર હેન્ડલ પર એક મહિલા દ્વારા લખેલા પત્રના સ્ક્રીનશોટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં રાહુલ જોહરી પર એક અજાણી મહિલા લેખકે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેના પર કાર્યવાહી કરતા સીઓએએ જોહરીને આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે, જૌહરી આ સમયે રજા પર જઈ રહ્યાં છે અને આ વચ્ચે તે પોતાનો જવાબ રજૂ કરશે. આ દરમિયાન બીસીસીઆઈનું કામકાજ સીઓએના હવાલે હશે.
વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, જ્યારથી જોહરી પર આરોપ લાગ્યો છે ત્યારબાદ તેઓ એકપણ વખત ઓફિસ આવ્યા નથી. જોહરીએ સીઓએને અપીલ કરી હતી કે તે સિંગાપુરમાં આ સપ્તાહના અંતે યોજાનારી આઈસીસીની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. સીઓએ જોહરીની ગેરહાજરીમાં બીસીસીઆઈ કામકાજ માટે ઓપરેશન ટીમ પર નિર્ભર રહેશે.
સીઓએના ચેરમેન વિનોદ રાયે ક્રિકઇન્ફોને કહ્યું, અમે આ મુદ્દાને ધીરે-ધીરે વધવા દેવા ઈચ્છતા નથી. તેથી જૌહરીને સાત દિવસનો સમય આપ્યો છે જેથી તે આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી શકે. આ આરોપો કોઈ પાછળ કોઈ અજાણ્યું છે. તે ફરિયાદ એક અજાણ્યા ટ્વીટર હેન્ડલ પર તે સમયની છે જ્યારે જોહરી બીસીસીઆઈમાં હતા પણ નહીં. સીઓએને લાગ્યું કે, અમારા માટે અને તેના માટે તે યોગ્ય હશે કે અમે તેને સફાઇ આપવાની તક આપીએ.
સીઓએ સિવાય જોહરી પર બીસીસીઆઈની કાયદાકીય ટીમ પણ નિર્ણય લેશે. જો જરૂર પડશે તો એપ્રિલમાં મહિલાઓ વિરુદ્ધ કામકાજની જગ્યા પર યૌન શોષણ એક્ટ 2013 મુજબ બનાવવામાં આવેલી સમિતિ પણ તેમાં દખલ કરી શકે છે.