Sourav Ganguly: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચીફ સૌરવ ગાંગુલી હવે કંઇક નવું કરવાની તૈયારી કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જ એક ટ્વીટ કરી જાહેરાત કરી છે કે તે લોકોની ભલાઇ માટે કામ કરશે. પરંતુ લોકોએ તેમના ટ્વીટને લઇને અનુમાન લગાવવા લાગ્યા કે સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઘણા લોકોનું માનવું છે કે ગાંગુલી હવે ક્રિકેટ બાદ રાજકારણમાં પણ પોતાનું કેરિયર શરૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ થોડીવાર બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરવ ગાંગુલીના નવા ટ્વીટે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તેમના ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે તે લોકોની ભલાઇ માટે હવે આગળ કંઇક કરવા માંગે છે. ગાંગુલીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે 1992 માં ક્રિકેટ સાથે મારી યાત્રાની શરૂઆત બાદથી 2022 માં 30 વર્ષ પુરા થઇ ગયા છે. ત્યારથી ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ દરમિયાન મને તમારું સમર્થન મળ્યું છે. 


તેમણે આગળ કહ્યું કે 'હું તે દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જે યાત્રાનો ભાગ રહ્યા છે. જેને મારું સમર્થન કર્યું અને મને આજે અહીં પહોંચાડવામાં મદદ કરી. આજે હું એવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોની મદદ કરશે. મને આશા છે કેમારા જીવનના આ અધ્યાયમાં પ્રવેશ કરતાં તમે સમર્થન આપશો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube