મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ 21 નવેમ્બરથી 18 જાન્યુઆરી, 2019 સુધીના બે મહિનાના ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે. ભારતીય ટીમના આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા ત્રણ ટી20 મેચ અને 4 ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી20 અને ટેસ્ટમાં બંનેમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રહેશે. આ સાથે જ ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચ માટેની ભારતીય ટીમની પણ જાહેરાત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 3 ટી20, 4 ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચ રમવાની છે. પ્રથમ ટી20 મેચ 21 નવેમ્બરે રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે. બીસીસીઆઈએ વન ડે માટેની ટીમની જાહેરાત બાકી રાખી છે. 


ઓસ્ટ્રેલિયા સામે 3 ટી20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસકેપ્ટન), કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત (વિકેટ કીપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહેમદ



ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કે.એલ. રાહુલ, પૃથ્વી શો, પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર 



વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટ કીપર), કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલિલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ 



ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ ભારતે જીતી લીધી હતી. 5 વન ડે શ્રેણીમાંથી પ્રથમ વન ડે ભારતે જીતી હતી, જ્યારે બીજી વન ડે ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે ત્રણ ટી20ની શ્રેણી પણ રમવાનું છે. કેદાર જાધવને  વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી અને પાંચમી વન ડે ટીમમાં સામેલ કરાયો છે.