મુંબઈઃ Sourav Ganguly refused IPL Chairman Post: સૌરવ ગાંગુલીની જગ્યાએ રોજર બિન્નીનું બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈમાંથી સૌરવ ગાંગુલીની વિદાય સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. તેને લઈને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. ટીએમસીએ સૌરવ ગાંગુલીને પદેથી હટાવવાને દાદાનું અપમાન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે જો જય શાહ બીસીસીઆઈ સચિવ પદે યથાવત રહી શકે તો સૌરવ ગાંગુલી અધ્યક્ષ પદે કેમ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI ની બેઠકમાં શું થયું?
આ વચ્ચે સમાચાર છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની ચૂંટણી લડવા ઈચ્છતા હતા અને તેમણે કાલે (11 ઓક્ટોબરે) બીસીસીઆઈની બેઠકમાં પોતાની વાત રાખી હતી. ગાંગુલી બીસીસીઆઈ કે આઈસીસી અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા, પરંતુ તેમને જણાવવામાં આવ્યું કે બોર્ડ અધ્યક્ષને બીજો કાર્યકાળ આપવાની પ્રથા નથી. બેઠક દરમિયાન ગાંગુલીને આઈપીએલ ચેરમેન બનવાની ઓફર કરવામાં આવી, જેની તેમણે ના પાડી દીધી હતી. 


ગાંગુલીએ આ કારણે ઠુકરાવ્યું આઈપીએલ ચેરમેનનું પદ
બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું- સૌરવને આઈપીએલના ચેરમેન પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે વિનમ્રતાથી તેનો અસ્વીકાર કર્યો. તેમનું કહેવું હતું કે બીસીસીઆઈ અધ્યક્ષ રહ્યાં બાદ તેની ઉપ સમિતિના પ્રમુખ ન બની શકે. તેમણે અધ્યક્ષ પદે રહેવામાં ઈચ્છા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ગાંગુલીએ ના પાડ્યા બાદ અરૂણ સિંહ ધૂમલને આઈપીએલ ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ 15 વર્ષમાં 7 T20 વર્લ્ડ કપ, જાણો કયા વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સર નોંધાઈ


રોજર બિન્નીએ ઉમેદવારી નોંધાવી
રોજર બિન્નીની ઉમેદવારી નોંધાવવા સમયે પણ સૌરવ ગાંગુલી બીસીસીઆઈ કાર્યાલયમાં હાજર હતા. ક્રિકબઝ અનુસાર તેઓ નિરાશ હતા અને બીસીસીઆઈ અધ્યક્ષના રૂપમાં યથાવત રહેવા ઈચ્છતા હતા. આ પહેલા સમાચાર એજન્સી પીટીઆઈએ પણ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ગાંગુલી પોતાના પદ પર રહેવા ઈચ્છતા હતા. તેમને આઈપીએલ ચેરમન બનાવવાની ઓફર આપવામાં આવી જેનો ગાંગુલીએ અસ્વીકાર કર્યો હતો. 


ભારતની 1983 વિશ્વ વિજેતા ટીમના સભ્ય રહેલા રોજર બિન્નીએ મંગળવારે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. રોજર બિન્ની બિનહરીફ ચૂંટાઈ શકે છે. તો બીસીસીઆઈ ઉપાઅધ્યક્ષ માટે રાજીવ શુક્લા, સચિવ માટે જય સાહ, કોષાધ્યક્ષ માટે આશીષ શેલાર અને સંયુક્ત સચિવ માટે દેવજીત સૈકિયાએ ઉમેદવારી નોંધાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube