BCCI Elections: સૌરવ ગાંગુલી રેસમાંથી બહાર! રોજર બિન્નીથી લઈને જય શાહ સુધી, મેદાનમાં ઉતરશે આ દિગ્ગજ
Roger Binny: BCCI અધ્યક્ષ પદ માટે રોજર બિન્ની પ્રબળ દાવેદાર છે. તો બીસીસીઆઈની અન્ય પોસ્ટમાં પણ મહત્વના ફેરફાર થવાના છે. આ વ્યક્તિ આઈપીએલના ચેરમેન બની શકે છે.
મુંબઈઃ BCCI માં આજે (11 ઓક્ટોબર) થી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવનારા કેટલાક દિવસમાં બીસીસીઆઈ અધ્યક્ષથી લઈને આઈપીએલ ચેરમેનના પદ માટે નવા-જૂના ચહેરાની જાહેરાત થઈ જશે. અહીં ખાસ વાત સામે આવી રહી છે કે અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) બીજીવાર દાવેદારી નોંધાવી રહ્યો નથી. આ પદ માટે પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની (Roger Binny) સૌથી આગળ ચાલી રહ્યાં છે. તો વર્તમાન સચિવ જય શાહ આ પદ માટે ફરી ઉમેદવારી નોંધાવવાના છે.
11 અને 12 ઓક્ટોબરે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ, કોષાધ્યક્ષ અને સંયુક્ત સચિવ પદ માટે ઉમેદવારી નોંધાવશે. 13 ઓક્ટોબરે ફોર્મ ચેક થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે ચૂંટણી થશે. અહીં ઉપાધ્યક્ષ પદ માટે રાજીવ શુક્લા ઉમેદવારી નોંધાવી સકે છે. કોષાધ્યક્ષ પદ માટે ભાજપના ધારાસભ્ય આશીષ શેલારનું નામ ચાલી રહ્યું છે. સંયુક્ત સચિવ પદ માટે દેબોજિત શૌકિયા દાવેદારી કરી શકે છે. તો વર્તમાન BCCI કોષાધ્યક્ષ અરૂણ ધૂમલને આઈપીએલ ચેરમેન બનાવવાની સંભાવના છે.
સૌરવ ગાંગુલી ICC ચેરમેનની રેસમાં!
સૌરવ ગાંગુલી વર્તમાનમાં બીસીસીઆઈ અધ્યક્ષ છે, તેમની પાસે ફરી બોર્ડની કમાન સંભાળવાનો વિકલ્પ છે પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે આ વખતે ચૂંટણી લડશે નહીં. કારણ કે સૌરવ ગાંગુલી આઈસીસીના ચેરમેન બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે. આઈસીસી ચેરમેન માટે ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ શકે છે.
આ પણ વાંચોઃ T20 World Cup માં શાર્દુલને ઓસ્ટ્રેલિયા ના લઈ ગયા તો થઈ ગયો નારાજ! જાણો શું કહ્યું
રાજીવ શુક્લાની હતી આઈપીએલ ચેરમેન બનવાની ઈચ્છા
વર્તમાનમાં બૃજેશ પટેલ IPL ચેરમેન છે. તે આ નવેમ્બરમાં 70 વર્ષના થઈ જશે. નિયમો પ્રમાણે આટલી ઉંમરના વ્યક્તિ આઈપીએલ ચેરમેન પદ પર કાર્યરત ન રહી શકે. તેવામાં રાજીવ શુક્લા આ પદ માટે તૈયાર હતા પરંતુ એકવાર ફરી તેમણે ઉપાધ્યક્ષ બનીને સંતોષ કરવો પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અંતિમ સમયમાં બીસીસીઆઈ અને ભાજપે અરૂણ ધૂમલને આ પદ માટે આગળ કરવાની યોજના બનાવી છે. આ રીતે મહારાષ્ટ્રથી ભાજપ નેતા આશીષ શેલારની પણ એન્ટ્રી ચોંકાવનારી છે. આશીષ શેલાર સોમવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી દાખલ કરી ચુક્યા છે પરંતુ એક દિવસની અંદર અનેક ફેરફારો થયા અને હવે આશીષ BCCI કોષાધ્યક્ષ માટે દાવેદારી કરવાના છે.
BCCIમાં ક્યાં પદ માટે કોણ દાવેદાર
બીસીસીઆઈ પ્રમુખ- રોજર બિન્ની
બીસીસીઆઈ સચિવ- જય શાહ
ઉપ પ્રમુખ - રાજીવ શુક્લા
ટ્રેઝરર - આશીષ શેલાર
જોઈન્ટ સેક્રેટરી - દેવાજિત શૈકિયા
આઈપીએલ ચેરમેન- અરૂણ ધૂમલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube