BCCI: બીસીસીઆઈને થશે 82000000000 રૂપિયાની કમાણી, બની રહ્યો છે ખાસ પ્લાન
BCCI Income: દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ પોતાની કમાણીમાં વધારો કરવા એક ખાસ પ્લાન બનાવ્યો છે. જેના કારણે બીસીસીઆઈને 8200 કરોડથી વધુ રૂપિયાની કમાણી થશે. ભારતમાં આ વર્ષે પોતાની યજમાનીમાં વિશ્વકપ પણ રમાવાનો છે.
મુંબઈઃ Indian Cricket Board Income : ભારતીય ક્રિકેટ બોર્ડ એક ખાસ પ્લાન બનાવી રહ્યું છે. તેનાથી ક્રિકેટ બોર્ડનો ખજાનો ભરાશે. ભારતની યજમાનીમાં આગામી વનડે વિશ્વકપ (ODI World Cup-2023)પણ રમાવાનો છે. તેવામાં બોર્ડની કમાણી પણ વધી શકે છે.
બીસીસીઆઈ માર્ચ 2028 સુધી પાંચ વર્ષની સાઇકલમાં ભારતમાં 88 ઘરેલૂ મેચોના ટીવી અને ડિજિટલ અધિકાર (Media Rights)અલગ-અલગ વેચીને એક અબજ ડોલર (આશરે 8200 કરોડ રૂપિયા) નો આંકડો પાસ કરી શકે છે. નવી સાઇકલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 21 ઘરેલૂ મેચ (5 ટેસ્ટ, 6 વનડે અને 10 ટી20) અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 18 મેચ (10 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી20) પણ રમાવાની છે. ભારતે કુલ 25 ટેસ્ટ, 27 વનડે અને 36 ટી20 મેચ રમવાની છે.
6138 કરોડની થઈ હતી કમાણી
બીસીસીઆઈને છેલ્લા પાંચ વર્ષની સાઇકલમાં (2018થી 2023) 94 કરોડ 40 લાખ ડોલર (આશરે 6138 કરોડ રૂપિયા) સ્ટાર ઈન્ડિયા પાસેથી હાસિલ કર્યાં જેમાં પ્રતિ મેચ 60 કરોડ રૂપિયા (ડિજિટલ અને ટીવી) સામેલ છે. આ વખતે બીસીસીઆઈએ ડિજિટલ અને ટીવી અધિકારો માટે અલગ-અલગ બોલીઓ મંગાવી છે. આઈપીએલ દરમિયાન મીડિયા અધિકારોમાંથી તેને 48390 કરોડ રૂપિયાની કમાણી થઈ જેમાં ડિજિટલ અધિકાર રિલાયન્સ અને ટીવી અધિકાર સ્ટારે ખરીદ્યા હતા. હરાજીની પ્રક્રિયા આઈપીએલની જેમ ઈ-ઓક્શનથી પૂર્ણ થશે.
ડિજિટલ અધિકારો કરતાં વધુ પૈસા
આ બિઝનેસ સાથે સંકળાયેલા એક બ્રોડકાસ્ટરનું માનવું છે કે, "અત્યારે આંકડો આપવો મુશ્કેલ હશે પરંતુ ગયા વખતની સરખામણીમાં ડોલર-રૂપિયાનો રેશિયો પણ બદલાયો છે પરંતુ ડિજિટલ રાઇટ્સ ટીવી રાઇટ્સ કરતાં વધુ પૈસા મેળવી શકે છે." ડિઝની, સ્ટાર, રિલાયન્સ અને વાયકોમ મેચો માટે મુખ્ય દાવેદાર હશે અને જો તે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં હરાજી પહેલા સોની સાથે મર્જ કરે તો ઝી પણ બિડ કરી શકે છે.
વર્લ્ડકપ પર પણ પડશે અસર
ભારતની યજમાનીમાં ઓક્ટોબર મહિનામાં વિશ્વકપ રમાવાનો છે અને જો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ ન જીતે તો જાહેરાત આવક (Ad Revenue)પર અસર પડશે. એક અન્ય પ્રસારકે કહ્યું- આ ચક્રમાં 25 ઘરેલૂ ટેસ્ટ મેચ રમાવાની છે. પાછલા ચક્રમાં જુઓ તે કેટલી મેચ પાંચ દિવસ ચાલી. મોટા ભાગની ટેસ્ટ ભારતમાં ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ પણ એક પાસું છે. ( PTI ઈનપુટ સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube