નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગ (Michael Holding)નુ માનવુ છે કે જો ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી20 વિશ્વકપ (T20 World Cup)ને સ્થગિત કરવામાં આવે છે તો બીસીસીઆઈ (BCCI)ને આ વર્ષના અંતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)નું આયોજન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી અટકળો છે કે કોવિડ-19 (Covid- 19) મહામારીને કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે પ્રસ્તાવિત ટી20 વિશ્વકપ સ્થગિત કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ આ દરમિયાન આઈપીએલ આયોજીત કરવાની યોજના પર કામ કરી શકે છે. 


હોલ્ડિંગે ઇન્સ્ટાગ્રામ પર નિખિલ નાઝ સાથે વાતચીતમાં કહ્યુ, મને નથી લાગતુ કે આઈસીસી તે ઈરાદાથી ટી20 વિશ્વકપમાં મોડુ કરશે કે આઈપીએલ માટે જગ્યા બની શકે. આ ઓસ્ટ્રેલિયન સરકારનો કાયદો છે, જ્યાં તે કોઈ ચોક્કસ તારીખ પહેલા કોઈને પણ દેશમાં આવવાની મંજૂરી આપશે. 


તેમણે કહ્યુ, જો ટી20 વિશ્વકપનું આયોજન નક્કી સમય પર ન થાય તો બીસીસીઆઈની પાસે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ આયોજીત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર