નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઉત્તર પ્રદેશના ડાબા હાથના બેટ્સમેન રિંકૂ સિંહને અબુધાબીમાં બિન માન્યતા પ્રાપ્ત ટી20 લીગમાં રમવા માટે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ કારણે તે ભારત એ ટીમમાંથી બહાર થઈ ગયો છે. રિંકૂનું સસ્પેન્ડશન એક જૂનથી શરૂ થશે, તો બીસીસીઆઈએ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને મંજૂરી લીધા વિના પોતાનું નામ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ના ડ્રાફ્ટમાં સામેલ કરવા માટે ચેતવણી આપી છે. પઠાણે બાદમાં પોતાનું નામ પરત લઈ લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે અન્ડર-19 ટીમના પૂર્વ ભારતીય કેપ્ટન અનુજ રાવત પર મોરીશસમાં પાકિસ્તાની ક્રિકેટરોની સાથે બિન માન્યતા પ્રાપ્ત લીગમાં રમવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


રિંકૂ છેલ્લી બે સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો છે અને જાણવા મળ્યું કે આઈપીએલ સમાપ્ત થયા બાદ તે બિન માન્યતા પ્રાપ્ત લીગમાં રમ્યો હતો. 


બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું, 'ભારતીય ક્રિકેટ બોર્ડના ધ્યાનમાં તે વાત આવી છે કે ઉત્તર પ્રદેશના પ્રથમ શ્રેણી ક્રિકેટર અને ભારત એના ખેલાડી રિંકૂ સિંહે અબુધાબીમાં બિન માન્યતા પ્રાપ્ત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.'


બોર્ડે કહ્યું, સિંહે ટી20 લીગમાં ભાગ લેતા પહેલા બીસીસીઆઈ પાસેથી મંજૂરી લીધી નથી અને આ પ્રકારે તેણે નિયમો અને શરતોનો ભંગ કર્યો છે. બીસીસીઆઈની શરતો અનુસાર બોર્ડની સાથે નોંધાયેલા ખેલાડી બોર્ડની મંજૂરી વિના વિદેશોમાં કોઈપણ ટૂર્નામેન્ટ રમી શકતી નથી. રિંકૂ સિંહ પર તે માટે ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.