નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી સમગ્ર દુનિયામાં જીતનો ડંકો વગાડ્યો છે. એક 'ઈજાગ્રસ્ત' ટીમની સાથે ઓસ્ટ્રેલિયાને (Australia) તેની જ ધરતી પર હરાવી ટીમ ઇન્ડિયાએ મોટી જીત હાસંલ કરી છે. જો કે, એક મોટો સવાલ ઉભો થાય છે કે શું આટલા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા સંયોગ હતો કે ટીમની નબળી ફિટનેસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતને ધ્યાનમાં રાખી બીસીસીઆઇએ (BCCI) ખેલાડીઓની ફિટનેસને લઇને એક મોટું પગલું ઉઠાવ્યું છે. બીસીસીઆઇનું કહેવું છે કે, તેઓ ખેલાડીઓની ફિટનેસની સાથે કોઈ સમાધાન કરશે નહીં.


આ પણ વાંચો:- પૂર્વ ભારતીય કેપ્ટનની માંગ- વિરાટ કોહલીના સ્થાને અજિંક્ય રહાણેને  બનાવો ટેસ્ટ કેપ્ટન


બીસીસીઆઇનો મોટ નિર્ણય
ટીમ ઇન્ડિયામાં (Team India) પહેલા ખેલાડીઓ માટે યો-યો ટેસ્ટ થતી હતી અને જો કોઈ ખેલાડી આ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ થતો હતો, તો તેને ટીમમાં સામેલ કરવામાં આવતો ન હતો. હવે બીસીસીઆઇ ખેલાડીઓ માટે નવી ફિટનેસ ટેસ્ટ (New Fitness Test) લઇને આવ્યું છે. જો કે, આ ટેસ્ટની સાથે ટીમના ખેલાડીઓને યો-યો ટેસ્ટમાંથી પણ પસાર થવું પડશે. આ ટેસ્ટનો ટાઈમ ટ્રાયલ ટેસ્ટ કહેવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- Hardik Pandyaએ પિતાની યાદમાં શેર કર્યો ઈમોશનલ વીડિયો, કહ્યું- 'અપને તો અપને હોતે હૈ'


બીસીસીઆઇનો (BCCI) જે પણ ખેલાડીઓ સાથે કરાર છે, તે તમામ ખેલાડીઓ આ ટેસ્ટમાંથી પસાર થશે. આ ટાઈમ ટ્રાયલ ટેસ્ટ એટલા માટે લાગુ કરવામાં આવી છે જેથી ખેલાડીઓની ફિટનેસ પર વધારે ધ્યાન આપી શકે અને ટીમનું સ્તર આગળ વધે. આ ટેસ્ટમાં ખેલાડીઓની ગતિ અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવશે.


આ પણ વાંચો:- Sex Scandal: મહિલા અધિકારી સાથે હોટલ રૂમમાંથી પકડાયો એક ક્રિકેટ પ્લેયર!


નવી ફિટનેસ ટેસ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ આ ટેસ્ટમાં 2 કિ.મીની દોડ લગાવશે. ફાસ્ટ ફોલર માટે આ નિયમમાં થોડા ચેન્જિસ હશે. જ્યાં ખેલાડીઓને 2 કિ.મીની રેસ8 મિનિટ 30 સેકેન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યારે ફાસ્ટ બોલર માટે આ સમય 15 સેકન્ડ ઘડી જશે અને તેમને 2 કિ.મીની રેસ 8 મિનિટ 15 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube