નવી દિલ્હીઃ વિશ્વ કપમાં થયેલા પરાજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એક્શનમાં છે. બીસીસીઆઈએ હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ અને વહીવટી મેનેજર માટે અરજી મંગાવી છે. હાલના સમયમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ફરી કોચ બનવા માટે અરજી કરવી પડશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે વિશ્વ કપ જીતવાની તક ગુમાવ્યા બાદ શું શાસ્ત્રીને વધુ એક તક મળશે?


સપોર્ટ સ્ટાફમાં સામેલ બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધર સામેલ છે. આ પણ ફરી અરજી કરી શકે છે. 



ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફીઝિયો પૈટ્રિક ફરહાર્ટે વિશ્વ કપ બાદ રાજીનામું આપી દીધું છે. તેની જગ્યાએ નવા ટ્રેનર અને ફીઝિયોની પણ પસંદગી થવાની છે. ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી છે. ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ 15 સપ્ટેમ્બરથી ઘરેલૂ સિરીઝ આફ્રિકા વિરુદ્ધ રમશે. આ પહેલા કોચ અને સહયોગી સ્ટાફની પસંદગી થવાની આશા છે.