Tokyo Olympics: BCCI પીએમ મોદીના ચીયર ફોર ઈન્ડિયા અભિયાનમાં થયું સામેલ, એથલીટોને આપી શુભેચ્છા
બીસીસીઆઈએ શનિવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટો માટે ચીયર કર્યુ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીના ચીયર ફોર ઈન્ડિયા અભિયાનમાં સામેલ થયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટોને બીસીસીઆઈએ વીડિયો શેર કરી શુભેચ્છા આપી છે. ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના એથલીટોનું પ્રથમ દળ 17 જુલાઈએ ટોક્યો માટે રવાના થશે. પ્રધાનંત્રી મોદીએ શુક્રવારે ખેલાડીઓની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી કે તે 13 જુલાઈએ બધા દેશવાસીઓ તરફથી ખેલાડીઓની મુલાકાત કરશે.
બીસીસીઆઈએ શનિવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટો માટે ચીયર કર્યુ છે. વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સે શુભેચ્છા આપી છે. બીસીસીઆઈ ગર્વથી ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટોક્યો જનારા ભારતીય એથલીટોને પૂર્ણ રીતે સપોર્ટ કરનારા અભિયાનમાં સામેલ છે. એથલીટોએ ખુબ મહેનત કરી અને તે જવા માટે ઉત્સુક છે. આવો સાથે જોડાવો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube