અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને નવો ડ્રામા, શું 2 પિચ તૈયાર કરાવી રહ્યું છે BCCI?
IND vs AUS: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ક્યૂરેટર બે પિચ તૈયાર કરી રહ્યાં છે, પરંતુ કઈ પિચ પર મેચ રમાશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
અમદાવાદઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માં અત્યાર સુધી સૌથી વધુ ચર્ચાનો વિષય પિચ રહી છે. પછી વાત નાગપુરની હોય, દિલ્હીની હોય કે પછી ઈન્દોરની, પરંતુ હવે અમદાવાદમાં એક નવો ડ્રામા જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો છેલ્લો મુકાબલો 9 માર્ચથી રમાવાનો છે, પરંતુ આ પહેલાં 7 માર્ચની સવારે અલગ નજારો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યો, જ્યારે બે પિચને કવર કરવામાં આવી. આ દ્રશ્યએ કહાનીમાં અલગ એંગલ આપી દીધો છે.
નોંધનીય છે કે સિરીઝની પ્રથમ બે મેચમાં ભારતને જીત મળી હતી અને ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાને જીત મળી, જે પિચને આઈસીસીએ ખરાબ રેટિંગ આપ્યું અને ઈન્દોરના ખાતામાં ત્રણ ડેમેરિટ પોઈન્ટ પણ જોડ્યા. આઈસીસીના આ રેટિંગ અને પિચની આલોચનાને કારણે અમદાવાદમાં બે ઢાંકેલી પિચો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ભારત સિવાય ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ જે તસવીર શેર કરી છે, તેમાં જોઈ શકાય છે કે બે પિચોને ઢાંકવામાં આવી છે, પરંતુ તે પુષ્ટિ થઈ નથી કે કઈ પિચ પર મેચ રમાશે.
રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે આનંદના સમાચાર, આ જાહેરાત સાંભળી લાગશે 440 વોલ્ટનો ઝટકો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube