નવી દિલ્હીઃ પાકિસ્તાનને તેના ઘરમાં ઘુસીને માત આપનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની શાન સાથે પોતાના વતનમાં વાપસી થઈ છે. શુક્રવારે રાત્રે જ્યારે 9 કલાક અને 21 મિનિટ પર અભિનંદનને પોતાની ધરતી પર પગ મુક્યો, તો તેમના સ્વાગતમાં દેશ ઉભો હતો. ભારતીય ક્રિકેટ ટીમે પણ પોતાના હીરોને સલામી આપી, ટીમ ઈન્ડિયાએ એક જર્સી બહાર પાડી જેના પર વિંગ કમાન્ડર અભિનંદનનું નામ લખ્યું છે અને જર્સી નંબર એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, શુક્રવારે જ ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ થઈ છે. આ જર્સીને પહેરીને ભારતીય ટીમ વિશ્વકપ રમશે. આ દરમિયાન ભારતીય ટીમે અભિનંદનના નામની જર્સી પણ બહાર પાડી હતી. જર્સીનો નંબર એક આપવામાં આવ્યો અને તેને તમામ ખેલાડી ઉપર પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલે કે ભારતીય ટીમમાં કોઈપણ ખેલાડીને નંબર એકની જર્સી આપવામાં આવશે નહીં, કારણ કે તે અભિનંદનના નામે છે. 



બીજીતરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પર અભિનંદનની વતન વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી. વિરાટે શુક્રવારે રાત્રે એક તસ્વીર જારી કરતા કહ્યું કે, તમે અસલી હીરો છે, અમે તમારુ માથુ ઝુકાવીને સમાલ કરીએ છીએ. જય હિંદ. 


આ પહેલા જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં હતા અને કોઈપણ ડર વિના પાક સેનાના જવાનોને જવાબ આપતા હતા ત્યારે પણ વિરાટ કોહલીએ તેમના સાહતને સલામ કરી હતી. વિરાટ સિવાય ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓએ પણ અભિનંદનને સલામ કરી હતી. 


વાઇસ કેપ્ટન રોહિત શર્મા, અંજ્કિય રહાણે, પૂર્વ ક્રિકેટર વિરૂએ પણ સોશિયલ મીડિયા પર અભિનંદનને સલામી આપી હતી.