Indian Team: IPL એ વિશ્વની સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગ છે. ખેલાડીઓ અહીં રમીને પૈસા અને પ્રસિદ્ધિ બંને મેળવે છે. ઘણા સ્ટાર ક્રિકેટરોએ આઈપીએલમાં રમીને પોતાની કારકિર્દી બનાવી છે. પરંતુ ઘણા ખેલાડીઓ માત્ર IPLમાં જ રમતા જોવા મળે છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની રાજ્યની ટીમ માટે રમતા નથી. હવે BCCI આના પર કડકાઈથી કાર્યવાહી કરશે. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર આઈપીએલમાં ન રમે પ્લેયર્સ
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે- BCCI ના નીતિ નિર્માતા તે વાત જાણે છે કે કેટલાક ખેલાડી લાલ બોલના ક્રિકેટમાં રમવા ઈચ્છતા નથી. જો તે ભારતીય ટીમથી બહાર છે તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી શકે છે. પરંતુ પ્લેયર્સ પોતાની રાજ્યની ટીમથી જોડાતા નથી. ખેલાડીઓને આમ કરતા રોકવા માટે બોર્ડ રણજી ટ્રોફીની ત્રણ-ચાર મેચમાં રમવું ફરજીયાત કરી શકે છે. જો ખેલાડીઓ તેમ નહીં કરે તો તે આઈપીએલમાં નહીં રમી શકે અને ત્યાં સુધી કે જો તેની ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરી દે તો તે આઈપીએલ હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. 


આ પણ વાંચોઃ ધોની અને કોહલીની જેમ ગુજરાતની મહિલા ક્રિકેટરો પણ કરશે તગડી કમાણી! મળી મોટી ભેટ


બીસીસીઆઈના અધિકારીએ આગળ કહ્યું કે રાજ્ય એસોસિએશનનું માનવું છે કે બીસીસીઆઈએ આ સંબંધમાં કેટલાક કડક નિયમ બનાવવા જોઈએ જેથી યુવા ખેલાડી માત્ર આઈપીએલમાં રમવાની પોતાની આદત ન બનાવી શકે. તે રણજી ટ્રોફીમાં પણ રમે. તે પણ સામે આવ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ આવા ખેલાડીઓથી પરેશાન છે, જે ફિટ હોવા છતાં રણજી ટ્રોફીમાં રમવા ઈચ્છતા નથી. અમે હાર્દિક પંડ્યાનો મામલો સમજી શકીએ છીએ. કારણ કે તેનું આઈસીસી ટૂર્નામેન્ટ માટે ફિટ રહેવું ભારત માટે મહત્વનું છે. પરંતુ કેટલાક યુવા ખેલાડી જેની સાથે વાત કરવા તે કહે છે કે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. આ ચલણને રોકવું પડશે. 


રણજી ટ્રોફીમાં નથી રમી રહ્યો ઈશાન કિશન
તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે જો પ્લેયર્સ નેશનલ ટીમથી બહાર ચાલી રહ્યાં છે તેણે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ભાગ લેવો પડશે. બાકી તેનું આઈપીએલમાંથી પત્તું કપાઈ શકે છે. ઝારખંડનો સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો નથી. ઈશાન કિશનની આફ્રિકાના પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેણે અંગત કારણોસર બ્રેક લીધો હતો. આ વચ્ચે તે હાર્દિક પંડ્યા સાથે વડોદરામાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તે પોતાની ઝારખંડ ટીમ સાથે જોડાયો નથી.