India Tour of England 2021: BCCI ની કોરોના પોલિસી, જો જીતા વહી સિકંદર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમના ફીઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને કડક ચેતવણી આપતા કહ્યુ કે, બધા ખેલાડી પોતાને આઇસોલેટ રાખે અને સાવચેતી રાખે. મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા પહેલા 19 મેથી મુંબઈમાં થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે.
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં વધતા કોરોના કેસ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડના પ્રવાસે જનારા ભારતીય ખેલાડીઓ માટે નવી પોલિસી બનાવી છે. બીસીસીઆઈનું કહેવું છે કે ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા જો કોઈ ખેલાડી પોઝિટિવ આવશે, તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમના ફીઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને કડક ચેતવણી આપતા કહ્યુ કે, બધા ખેલાડી પોતાને આઇસોલેટ રાખે અને સાવચેતી રાખે. મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા પહેલા 19 મેથી મુંબઈમાં થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ પહોંચીને વિરાટ સેનાએ 10 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.
આ પણ વાંચોઃ MI ના કોચનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- આ વાતની વિરૂદ્ધમાં હતા કેટલાક ભારતીય ખેલાડી
ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા 2 નેગેટિવ ટેસ્ટ જરૂરી
જાણકારી પ્રમાણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સાથે તેના પરિવારજનોની પણ તપાસ થશે. મુંબઈથી ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા ખેલાડીઓએ બે નેગેટિવ ટેસ્ટ આપવા પડશે. તેનાથી તે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે કે તે બબલમાં ઇન્ફેક્શન વગર આવ્યા છે. બોર્ડે ખેલાડીઓને ખાનગી કાર અને હવાઈ જહાજથી ટ્રાવેલ કરવાના નિર્દેશ આપ્યા છે.
અલગથી ચાર્ટર્ડ ફ્લાઇટ નહીં મળે
બીસીસીઆઈએ ખેલાડીઓને તે પણ કહ્યું કે, મુંબઈમાં કોરોના પોઝિટિવ આવવા પર કોઈ ખેલાડીને અલગથી ચાર્ટર્ડ ફ્લાઇટ આપવામાં આવશે નહીં. IPL 2021 માં કોરોનાના કેસ સામે આવ્યા બાદ બોર્ડ પહેલાથી વધુ સાવચેત થઈ ગયું છે.
આ પણ વાંચોઃ ECB એ આપ્યો ઝટકો, IPL 2021 ની બાકી મેચોમાં રમશે નહીં ઈંગ્લિશ ખેલાડી
બોર્ડે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેવાનો આપ્યો નિર્દેશ
બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસ પર જતા ખેલાડીઓને માત્ર કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો નિર્દેશ આપ્યો છે. બોર્ડ વેક્સિનના બીજા ડોઝ માટે ઈંગ્લેન્ડથી સંપર્કમાં છે. હકીકતમાં ઈંગ્લેન્ડમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન ઉપલબ્ધ છે, જે કોવિશીલ્ડનું વર્ઝન છે.
બોર્ડ ઈચ્છે છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ખેલાડીઓને બીજા ડોઝમાં એસ્ટ્રાઝેનેકા ઉપલબ્ધ કરાવવામાં આવે. વિરાટ કોહલી, રહાણે, બુમરાહ, ચેતેશ્વર પૂજારા, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા જેવા ખેલાડીઓ પહેલો ડોઝ લઈ ચુક્યા છે. બોર્ડે તે પણ કહ્યું કે, જો કોઈ શહેરમાં વેક્સિન ઉપલબ્ધ નથી તો તે તેને કહી શકે છે. બોર્ડ તેના માટે વેક્સિન ઉપલબ્ધ કરાવશે.
ભારતીય ટીમ આશરે 3 મહિના ઈંગ્લેન્ડમાં રહેશે
18 જૂનથી શરૂ થનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ 18થી 22 જૂન વચ્ચે રમાશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube