T20 World Cup 2022 Team India Announcement Rohit Sharma: ટી20 વર્લ્ડકપ 2022 માટે તમામ ટીમોને તૈયાર કરી લીધી છે. તેના માટે કેટલાક દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય ફેન્સ માટે સારા સમાચાર આપ્યા છે. બીસીસીઆઇ આજે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે .સિલેક્શન કમિટી આજે બપોરે મિટીંગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડકપ 2022 નું આયોજન 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. તેમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે, જે મેલબોર્નમાં 23 ઓક્ટોબરના રોજ રમાશે. તેને લઇને ભારત સોમવારે ટીમ જાહેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભારત ટીમ સિલેક્શન કમિટી આજે બપોરે તેને લઇને મીટીંગ કરશે. ત્યારબાદ ટીમની જાહેરાત થઇ શકે છે. 

Sneezing: કોઈપણ કામ શરૂ કરતા પહેલા છીંક આવવી શુભ કે અશુભ! જાણો શું કહે છે દરેક છીંક


ભારતનું એશિયાકપ 2022 માં સારું પ્રદર્શન રહ્યું નથી. સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકાએ ભારતને માત આપી છે. તેના લીધે ટીમ ઇન્ડીયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. જોકે ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના ખેલાડીઓની પસંદગી ખૂબ વિચાર્યા બાદ કરવામાં આવશે. તેમાં સંજૂ સૈમસનને તક મળી શકે છે. સૈમસનને હજુ સુધી તક મળી નથી. તો બીજી તરફ ઋષભ પંતને વારંવાર તક મળી, પરંતુ તે કંઇ ખાસ કરી શકી નહી. 


ટી20 વિશ્વકપ માટે ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત/સંજૂ સૈમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુજવેંદ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, દીપક હુડ્ડા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube