ચેન્નઇ: બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસન (N. Srinivasan)ની પુત્રી રૂપા ગુરૂનાથને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (ટીએનસીએ)ના નવા અધ્યક્ષ ચૂંટાયા છે. રૂપાને ગુરૂવારે અહીં ટીએનસીએ (TNCA)ની 87મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) બેઠકમાં નિર્વિરોધ અધ્યક્ષ ચૂંટાઇ ગયા. રૂપા ગુરૂનાથ (Rupa Gurunath) બીસીસીઆઇ કોઇપણ રાજ્ય સંઘની અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા છે. જોકે, તેમના અધ્યક્ષ બનવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. એવું સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (ટીએનસીએ)ની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં છે. કોર્ટે ચૂંટણી કરાવવાનો આદેશ આપતાં એક શરત મુકી હતી. તે અનુસાર ચૂંટણીની થશે, પરંતુ રિઝલ્ટ કોર્ટના આદેશ બાદ જ જાહેર કરી શકાય છે. રૂપા ગુરૂનાથે ટીએનસીએ (TNCA)ના અધ્યક્ષ પદ માટે બુધાવારે જ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ફોર્મ ભર્યું હતું.   


આ દરમિયાન બીસીસીઆઇની પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ટીએનસીએના નવા સંવિધાનને લોઢા સમિતિની ભલામણો અનુસાર ખોટું ગણાવ્યું છે. સીઓએ (CoA)એ કહ્યું છે કે ટીએનસીએ ચાર ઓક્ટોબર સુધી પોતાના સંવિધાન પર ફરીથી કામ કરે, જેથી 23 ઓક્ટોબરના રોજ યોજાનાર બીસીસેઆઇની એજીએમમાં સામેલ થઇ શકે. ટીએનસીએના વકીલ અમોલ ચિતાલેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ જ લેશે.  



આ પહેલાં સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બરના રોજ પોતાના નિર્ણયમાં ટીએનસીએના નવા અધિકારીઓને સિલેક્ટ કરવા માટે આયોજિત કરવાની પરવાનગી આપી હતી. જસ્ટિસ એસ એ બોબદે અને એલ બોબદે અને એલ નાગેશ્વર રાવની બેંચે કહ્યું કે ચૂંટણીનું પરિણામ અંતિમ આદેશની માફક જ રહેશે. 


આ દરમિયાન ગુરૂવારે જ પૂર્વ કેપ્ટન સૌરવી ગાંગુલી (Sourav Ganguly) એકવાર ફરી બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે સૌરવની સાથે ચાર અન્ય અધિકારીઓએ નિર્વિરોધ ચૂંટ્યા છે. ગાંગુલી જુલાઇ 2020 સુધી સીએબી (CAB)ના અધ્યક્ષ રહેશે. ત્યારબાદ તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સંવિધાનના અનુસાર 'કૂલિંગ ઓફ પીરિયડ' પર જતા રહેશે.