CICના નિર્ણયને પડકાર આપવા ઈચ્છે છે BCCIના પદાધિકારી, સીઓએની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ
કેન્દ્રીય માહિતી કમિશનરના આદેશને બીસીસીઆઈ પડકાર આપી શકે છે. આ આદેશમાં ક્રિકેટ બોર્ડને સૂચનાના અધિકારના કાયદા હેઠળ લાવવા કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈની કેન્દ્રીય માહિતી કમિશનરના આદેશને પડકાર આપવાની સંભાવના છે જેમાં ક્રિકેટ બોર્ડને સૂચનાના અધિકાર હેઠળ લાવવાનું કહેવામાં આવ્યું છે. બોર્ડના એક અધિકારીએ આ મામલાને પહોંચી વળવામાં વહિવટી સમિતિ પર જાણી જોઈે લાપરવાહી વરતવાનો આરોપ લગાવ્યો છે. સીઆઈસીના નિર્ણયનો અર્થ છે કે બીસીસીઆઈને રાષ્ટ્રીય ખેલ મહાસંઘ (એનએસએફ) માનવામાં આવશે.
બીસીસીઆઈ આરટીઆઈ કાયદા હેઠળ આવવાનો વિરોધ કરે છે અને પોતાને સ્વાયત્ત સંસ્થા ગણાવે છે. બોર્ડનું માનવું છે કે આ ઝટકા માટે સીઓએ જવાબદાર છે. સીઆઈસીના આદેશની કાનૂની અસર વિશે વાત કરતા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું, મારૂ માનવું છે કે બીસીસીઆઈના કાયદાકીય પ્રતિનિધિત્વના અધિકાર પર સીઓએ તરફથી ઇરાદાપૂર્વક બેદરકારી અપનાવવામાં આવી છે.
તેમણે કહ્યું, સીઆઈસીની 10 જુલાઈની સુનાવણીમાં પૂછવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈને આરટીઆઈના કાયદા હેઠળ કેમ ન આવવું જોઈએ. બીસીસીઆઈએ આ મામલામાં જવાબ પણ ન મોકલ્યો અને કારણ દર્શાવો નોટિસ પર પણ જવાબ ન આપ્યો. હવે એકમાત્ર રીત તેને સુપ્રીમમાં પડકાર આપવો અને આગળ વધવાનો છે.
એક અન્ય બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે, વિનોદ રાય અને ડાયના ઇડુલ્જીની હાજરીવાળા સીઓએએ સંભવતઃ ચૂંટણીની જાહેરાત કરતા પહેલા બોર્ડને આરટીઆઈના દાયરામાં લાવવાનો પ્રયત્ન કર્યો. અધિકારીએ કહ્યું, અમે સાંભળ્યું છે કે બીસીસીઆઈ આંશિક રીતે આરટીઆઈ હેઠળ આપવા ઈચ્છે છે અને ટીમ પસંદગી જેવા મુદ્દાનો ખુલાસો કરવા માંગતુ નથી. આ શું મજાક છે. જો બીસીસીઆઈ પડાકર આપે છે તો વચ્ચેનો કોઈ રસ્તો નહીં હોય.
અધિકારીએ કહ્યું કે, આરટીઆઈ હેઠળ આવવાથી ટીમ પસંદગીની પ્રક્રિયા કે આઈપીએલ ફ્રેન્ચાઇઝીની ભૂમિકાથી કે નહીં તેવા સવાલ પૂછી શકાય છે. શેરધારકોની પેટર્ન અને રોકાણ વિશે પૂછી શકાય છે. અધિકારીએ કહ્યું કે, આ સિવાય અધિકારીના વ્યક્તિગત આચરણ અને કાર્યસ્થળ પર મહિલા પજવણી જેવા સવાલ પૂછી શકાય છે.