BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને આવ્યા નવા અપડેટ, એક નજીકના સૂત્રએ આપી જાણકારી
ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને છાતીમાં દુ:ખાવો થતા વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારના એક નજીકના સૂત્રએ જાણકારી આપી છે કે, ગાંગુલીની સ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને છાતીમાં દુ:ખાવો થતા વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારના એક નજીકના સૂત્રએ જાણકારી આપી છે કે, ગાંગુલીની સ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ગાંગુલી તેમના ઘરમાં બનેલા જિમમાં વર્જિશ કરી રહ્યા હતા અને ત દરમિયાન ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેમણે બ્લેકઆઉટની ફરિયાદ કરી હતી. તેમણે તેમના ફેમેલી ડોક્ટરને બોલાવ્યા જેમણે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube