નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અને ટોચના સ્પીનર રવિચંદ્રન અશ્વિનના નામની  ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીઓના નામની થઈ ભલામણ
અર્જુન પુરસ્કાર માટે બોર્ડ સિનિયર બેટ્સમેન શિખર ધવન, લોકેશ રાહુલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામ મોકલશે. ગત વર્ષ ધવનના નામની અવગણના કરાઈ હતી. 


બીસીસીઆઈના અધિકારીએ બુધવારે પીટીઆઈને જણાવ્યું કે અર્જૂન પુરસ્કાર માટે કોઈ મહિલા ક્રિકેટરનું નામ જણાવાયું નથી. ખેલ રત્ન માટે મિતાલીના નામની ભલામણ કરાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ખેલ મંત્રાલય દ્વારા નિયુક્ત કરાયેલી પેનલ ઓલિમ્પિક વર્ષમાં મિતાલીને પુરસ્કાર માટે પસંદ કરશે કે નહીં. 


મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કર્યા
મિતાલી રાજે ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કર્યા. 38 વર્ષની આ ખેલાડી સાત હજારથી વધુ રન સાથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં સૌથી સફળ બેટ્સમેન છે. 


મિતાલીની જેમ જ અર્જુન પુરસ્કાર મેળવી ચૂકેલા અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે 79 ટેસ્ટમાં 413 વિકેટ લીધી તથા તે ઉપરાંત વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ક્રમશ 150 અને 42 વિકેટ લીધી. હવે જો કે તે નાના ફોર્મેટ માટે રમતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube