મુંબઈઃ બીસીસીઆઈએ પોતાનું વલણ નરમ કરતા સોમવારે કહ્યું કે, તે આગામી છ મહિના સુધી રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA)ની સાથે કામ કરશે. બીસીસીઆઈના મુખ્ય અધિકારીઓ અને પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પરિષદ (ICC)ના અધ્યક્ષ શશાંક મનોહરની સાથે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, આઈસીસી, બીસીસીઆઈ અને નાડા વચ્ચે ત્રિપક્ષીય કરાર થશે, જે હેઠળ રજીસ્ટર્ડ પૂલમાં સામેલ ખેલાડીઓના નમૂના રાષ્ટ્રીય ડોપ ટેસ્ટ પ્રયોગશાળામાં નાડાની મારફતે જશે. આ પહેલા સ્વીડનની આઈડીટીએમ નમૂના એકત્ર કરતી હતી. જો અમે સંતુષ્ટ નહીં થાય તો કરાર રિન્યૂ થશે નહીં. બોર્ડે હજુ સુધી નાડાને પોતાના વલણની સુચના આપી નથી. 


નાડાના ડિરેક્ટર જનરલ નવીન અગ્રવાલે કહ્યું, હું ત્યારે ટિપ્પણી કરીશ જ્યારે કોઈ લેખિત ખાતરી મળશે. મેં હજુ સત્તાવાર સૂચના આપી નથી. બેઠકમાં ભવિષ્યની વૈશ્વિક ટૂર્નામેન્ટોમાં કર છૂટના સંબંધમાં પણ વાત થઈ અને બીસીસીઆઈને મનોહર પરિકરે પોતાની ચુકવણી યોજનાની માહિતી આપી હતી. વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સીએ આઈસીસીને કહ્યું કે, બીસીસીઆઈએ નાડા હેઠળ આવવું પડશે. બીસીસીઆઈ તે શરતની સાથે તૈયાર થયું કે, તે પોતે મૂત્રના નમૂના એકત્ર કરીને નાડાને આપશે. 


અધિકારીએ કહ્યું, અમે કહ્યું કે, નાડાના ડોપ નિયંત્રણ અધિકારીઓ પર અમને વિશ્વાસ નથી. નાડા ડીસીએ દ્વારા નમૂના યોગ્ય રીતે એકત્ર ન કરવાના ઘણા ઉદાહરણ મળ્યા છે. અમે અહીં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય રમતોના સૌથી મોટા નામોનું વાત કરી રહ્યાં છીએ. અમે તેના પર આંખ મિચીને વિશ્વાસ ન કરી શકીએ. તેમણે કહ્યું, અમે 10 ટકા નમૂના જ ઉપલબ્ધ કરાવશું જે ન્યૂનતમ જરૂરીયાત છે. તેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય ક્રિકેટરો અને ઘણા પ્રથમ શ્રેણી ક્રિકેટરોના નમૂના સામેલ થશે. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર