નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના ભારતમાં ટી20 લીગ કરાવવાની વિનંતીનો અસ્વીકાર કરી દીધો છે. બીસીસીઆઈ અફઘાનિસ્તાન ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે અને તેવી ઓછું બને જ્યારે એસીબીની કોઈ વિનંતીનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય. બીસીસીઆઈના એક અધિકારીએ મંગળવારે પીટીઆઈને કહ્યું, 'ACBએ અમને ભારતમાં લીગ કરાવવાનો આગ્રહ કર્યો હતો પરંતુ અમારી પોતાની લીગ (આઈપીએલ) છે, તેવામાં તેના નિવેદનનો સ્વીકાર કરવો યોગ્ય નથી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ACB અધિકારીઓએ મુંબઈમાં 16 મેએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી અને 
જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) સબા કરીમ સાથે મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. ACBના મુખ્ય કાર્યકારી અધિકારી અસદુલ્લા ખાને દહેરાદૂન અને ગ્રેટર નોઈડા બાદ ભારતમાં ત્રીજા ઘરેલૂ મેદાનની માગ કરી હતી જેના પર બીસીસીઆઈનો કોઈ વિરોધ નથી. તેવામાં ભારતમાં લખનઉ ટીમનું ત્રીજું ઘરેલૂ મેદાન હોઈ શકે છે. 


ખાને કહ્યું, 'દેહરાદૂનમાં ફાઇવ સ્ટાર હોટેલ નથી, તેવામાં ટીમોની યજમાની કરવી એક સમસ્યા છે. અમારી ઈચ્છા છે કે લખનઉમાં અમને મેદાન મળે.' અફઘાન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન શારજાહમાં પાંચથી 21 ઓક્ટોબર 2018 સુધી કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ નબીની આગેવાની વાળી બાલ્ખ લીજેન્ડે ટાઇટલ જીત્યું હતું. 


World Cup 2019: અફઘાની ખેલાડીઓનો ઈંગ્લેન્ડમાં થયો ઝઘડો, વિવાદ વધ્યો તો બોલાવવી પડી પોલીસ 

આ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, બેન કટિંગ, શાહિદ આફ્રિદી, કોલિન ઇનગ્રામ અને કોલિન મુનરો જેવા વિદેશી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સાથે બીસીસીઆઈએ રણજીની 10 મોટી ટીમની સાથે સહયોગી સભ્યો તરીકે અફઘાનિસ્તાનના કોચોને જોડવાની એસીબીની વિનંતીની માની લીધી છે. ખાને કહ્યું, 'અમારા કોચો માટે આ શીખવાની શાનદાર તક હશે.'