નવી દિલ્હીઃ બીસીસીઆઈએ મંગળવારે પોતાનું નવું બંધારણ ચેન્નઈમાં તમિળનાડુ રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે પ્રશાસકોની સમિતિ માટે પણ ચૂંટણી માટેનું માળખું તૈયાર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નવુ બંધારણ સર્વોચ્ચ કોર્ટમાંથી નિયુક્ત લોઢા સમિતિની ભલામણોને અનુકૂળ તૈયાર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ અખબારી યાદીમાં કહ્યું, માનનીય સુપ્રીમ કોર્ટેના 9 ઓગસ્ટ 2018ના આદેશનું પાલન કરતા ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ માનનીય સર્વોચ્ચ કોર્ટમાંથી મંજૂર અને માર્ગદર્શિત નવું બંધારણ આજે પોતાના સીઈઓ રાહુલ જોહરીના માધ્યમથી ચેન્નઈમાં તમિલનાડુ રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં રજીસ્ટર કરાવ્યું છે. 


સીઓએમાં ચેરમેન વિનોદ રાય અને ડાયના એડુલ્જી સામેલ છે. તેમણે કહ્યું, અમે માનનીય સુપ્રીમ કોર્ટનો તેમના નિર્દેશો માટે આભાર વ્યક્ત કરીએ છીએ અને ચેન્નઈમાં તમિલનાડુ રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં આજે નવું બંધારણ સોંપવાની સાથે જ પ્રક્રિયા શરૂ થવા પર ખુશ છીએ. અમે સર્વોચ્ચ ન્યાયાલયના તમામ નિર્દેશોને સંપૂર્ણ રીતે લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 


સીઓએએ આગળ કહ્યું કે, રાજ્ય એસોસિએશને 30 દિવસની અંદર સર્વોચ્ચ કોર્ટના આદેશ અને રિપોર્ટનું પાલન કરવાની ખાતરી કરવાની છે. 


રાયે પીટીઆઈને કહ્યું, હવે બંધારણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેનાથી અમે જલ્દી ચૂંટણી કરાવવાનું માળખું તૈયાર કરી શકશું.