નવી દિલ્હીઃ પેટીએમની માલિક કંપની 'વન 97 કોમ્યૂનિકેશન પ્રાઇવેટ લિમિટેડે' બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક મેચો માટે પ્રાયોજનનો અધિકાર જાળવી રાખ્યો છે. તેમાં પ્રત્યેક મેચની બોલી 3.80 કરોડ રૂપિયા લાગી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બુધવારે પેટીએમની સાથે આ કરારની જાહેરાત કરી છે, જેણે 2015મા ચાર વર્ષ માટે અધિકાર હાસિલ કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું, 'બોલી 326.80 કરોડ રૂપિયાની હતી જે 2019-23 ડોમેસ્ટિક સત્ર માટે આપવાની હતી. વિજયી બોલી 3.80 કરોડ રૂપિયાની રહી, જેમા પાછળની મેચોની તુલનામાં 58 ટકાનો વધારો થયો છે.'


બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીએ નિવેદનમાં કહ્યું, 'મને આ જાહેરાત કરતા ખુશી  થઈ રહી છે કે પેટીએમ બીસીસીઆઈની ડોમેસ્ટિક સિરીઝનું ટાઇટલ સ્પોન્સર હશે. પેટીએમ ભારતની નવી પેઢીની કંપનીઓમાથી એક છે. અમને ગર્વ છે કે પેટીએમ ભારતીય ક્રિકેટની સાથે પ્રતિબદ્ધતા જાળવી રાખશે.'

INDvsWI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ કોહલીની ટીમ ઈન્ડિયા પડકાર માટે તૈયાર


પેટીએમના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિજય શેખર વર્માએ કહ્યું, 'અમે બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ટીમની સાથે લાંબા જોડાણને જાળવી રાખવાથી આનંદમાં છીએ. ભારતીય ક્રિકેટની સાથે અમારી પ્રતિબદ્ધતા દર વર્ષે મજબૂત થઈ રહી છે.'