IPL 2019 : જવાબદારીથી ભાગી રહ્યું છે BCCI, કહ્યું- ખેલાડી પોતે નક્કી કરે કે ક્લબ પહેલા આવે કે દેશ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં કહ્યું હતું કે, એવું કોઈ કારણ નથી કે ખેલાડીઓને આઈપીએલમાં ન રમાડીને આરામ આપવો જોઈએ.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ યોગ્ય સમય પર આઈપીએલ ટીમોને વર્કલોડ મેનેજમેન્ટ પર વાત કરવાનું કહ્યું છે. પરંતુ બોર્ડ આ પૂરા મામલામાં પોતાની જવાબદારીઓમાંથી બચી રહ્યું છે. બોર્ડે તે વાતનો નિર્ણય ખેલાડીઓ પર જ છોડી દીધો છે કે, તે પોતે નિર્ણય કરે તેના માટે આઈપીએલ મહત્વનો છે કે વિશ્વકપ. સીઓએ પ્રમુખ વિનોદ રાયે સોમવારે આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું કે, બીસીસીઆઈ (એખ ટીમ તરીકે) આ મુદ્દાને જોઈ રહ્યું છે અને ફ્રેન્ચાઈઝી સાથે યોગ્ય સમયે ટીમના કાર્યક્રમને લઈને વાત થશે. તેમણે કહ્યું, અમારી ટીમ છે, જે આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓક્ટોબર-2018માં વેસ્ટઈન્ડિઝ સિરીઝ દરમિયાન વનડે વિશ્વકપને ધ્યાનમાં રાખતા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટની વાત કરી હતી. આ મુદ્દો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ક્રિકેટ બોર્ડના કામકાજની દેખરેખ માટે રચાયેલી પ્રશાસકોની સમિતિ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે હૈદરાબાદમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઓક્ટોબર 2018માં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બેઠકમાં ઉઠ્યો હતો. તે સમયે આ મામલે કોઈ સામાન્ય સહમતી બની નહતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું કે, આ મુદ્દા પર સાફ નીતિની જરૂર છે. તેમણે કહ્યું, એક ખેલાડીને પાંચ-સાત કરોડ રૂપિયા મળે છે. તે તમારા મુખ્ય ખેલાડી હોય છે અને પોતાનો વર્કલોડ જાણે છે. શું તેનું તે કર્તવ્ય નથી કે તે પોતે તેની જવાબદારી લે અને નિર્ણય કરે કે ક્લબ પહેલા આવે કે દેશ. જો વધુ કામ (વર્કલોડ)ની વાત સાચી છે અને જો કામ વધુ હોય તો તેણે દેશને પ્રાથમિકતા ન આપવી જોઈએ?
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં કહ્યું હતું કે, તેને એવું કોઈ કારણ લાગતું નથી કે ખેલાડીઓએ આઈપીએલમાં ન રમીને આરામ કરવો જોઈએ. તેણે કહ્યું કે, ચાર ઓવર બોલિંગ કરીને તમે થાકશો નહીં. ચાર ઓવર તમે તમારૂ સર્વશ્રેષ્ઠ આપવામાં મદદ કરશો. તમે યોર્કર ફેંકશો, વેરિએશનનો ઉપયોગ કરશો અને દબાવમાં રમશો. મને લાગે છે કે બોલર આઈપીએલમાં રમી શકે છે, પરંતુ તેણે તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે, તે શું જમે છે, ક્યારે સુવે અને ક્યારે ઉઠે છે.
ધોનીએ કહ્યું હતું, જ્યારે સ્કિલ ફેક્ટરની વાત આવે તો હું તેને તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા ઈચ્છું છું. મને હંમેશા લાગે છે કે આઈપીએલ શેપમાં આવવાનું યોગ્ય મંચ છે. કારણ કે અમારી પાસે ઘણો સમય હોય છે. હું દર ત્રીજા દિવસે માત્ર 3.5 કલાક રમુ છું અને તેનાથી મને જીમમાં સમય પસાર કરવા માટે ઘણો ટાઇમ મળે છે.