Virat Kohli કેપ્ટન તરીકે રહેશે કે પછી જશે? BCCI એ આપ્યા મહત્વના અપડેટ
બીસીસીઆઈ તરફથી કોહલીની કેપ્ટનશીપને લઈને મોટા અપડેટ આવ્યા છે.
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર સતત આવી રહ્યા છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર તલવાર લટકી રહી છે અને તેને જલદી પદથી હટાવવામાં આવશે. એવા પણ ખબર હતા કે ટી20 વર્લ્ડ કપમાં જો ટીમ ઈન્ડિયાને સફળતા નહીં મળે તો કોહલીની જગ્યાએ રોહિતને કેપ્ટનશીપ આપી દેવાશે પરંતુ હવે બીસીસીઆઈ તરફથી કોહલીની કેપ્ટનશીપને લઈને મોટા અપડેટ આવ્યા છે.
કોહલી વિશે કહી આ વાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે સોમવારે એ તમામ રિપોર્ટ ફગાવ્યા જેમા કહેવાયું હતું કે વિરાટ કોહલી આઈસીસી ટી20 વિશ્વ કપ બાદ મર્યાદીત ઓવરોની કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી શકે છે. એવો રિપોર્ટ આવ્યો હતો કે જો ભારત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં થનારા ટી20 વિશ્વ કપને જીતવામાં નિષ્ફળ ગયું તો કોહલી પાસેથી મર્યાદીત ઓવરોની કેપ્ટનશીપ જઈ શકે છે અને તેની જગ્યાએ રોહિત શર્માને તેની જવાબદારી મળશે.
બીસીસીઆઈએ આ ખબરોને બકવાસ ગણાવી
ધૂમલે આ દાવાને ફગાવી દીધો. ધૂમલે IANS સાથે વાતચીતમાં કહ્યું કે આ બકવાસ છે અને આવું કઈ થવાનું નથી. આ અંગે બસ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઈએ આ મામલે કોઈ ચર્ચા કરી નથી. આ અગાઉ એવા રિપોર્ટ્સ હતા કે કોહલી ક્રિકેટમાં ખુબ સફળ છે પરંતુ મર્યાદીત ઓવરોની આઈસીસી ઈવેન્ટમાં તેની નિષ્ફળતાના કારણે રોહિતને તેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
બીસીસીઆઈ અધિકારીએ જ ફેલાવી આ ખબર
સૂત્રોએ જણાવ્યું કે બીસીસીઆઈના ટોચના અધિકારી ઈંગ્લન્ડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર બાદ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. જ્યાં તેઓ કથિત રીતે ભારતીય કેપ્ટનની ટીમ સિલેક્શનથી નારાજ હતા. કોહલીએ ડબલ્યુ ટીસી ફાઈનલ દરમિયાન ફાસ્ટ બોલરોને અનુકૂળ અને ઓવરકાસ્ટ વાતાવરણમાં બે સ્પિનરોને જગ્યા આપી હતી. જો કે ધૂમલે કહ્યું કે આવી કોઈ બેઠક થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube