ICC Meeting: આઈસીસીમાં જય શાહને મળી મહત્વની જવાબદારી, બાર્કલે ચેરમેન તરીકે યથાવત
ICC chairman Greg Barclay: ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને આઈસીસીના બીજીવાર ચેરમેન ચૂંટી લેવામાં આવ્યા છે. તો બીસીસીઆઈ સચિવ જય શાહને ફાઈનાન્સ તથા કોમર્શિયલ અફેયર્સ કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
મેલબોર્નઃ BCCI secretary Jay Shah: ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પસંદ કરવામાં આવ્યા છે. બોર્ડ બેઠકમાં બાર્કલે સિવાય બીસીસીઆઈ સચિવ જય શાહને ICC ની શક્તિશાળી ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેયર્સ કમિટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બાર્કલેનો કાર્યકાળ 2 વર્ષનો હશે. ઝિમ્બાબ્વેના તાવેંગ્વા મુકુહલાનીએ નામ પરત લીધા બાદ બાર્કલેને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. આઈસીસી બોર્ડે બાર્કલેને પૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી છે.
જય શાહને મળી નવી જવાબદારી
જય શાહને આઈસીસીની સૌથી મહત્વપૂર્ણ સમિતિની અધ્યક્ષતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિ તમામ મોટા નાણાકીય નીતિગત નિર્ણયો કરે છે, ત્યારબાદ આઈસીસી બોર્ડ તેને મંજૂરી આપે છે. નાણા તથા વાણિજ્યિક મામલાની સમિતિના પ્રમુખ હંમેશા આઈસીસી બોર્ડ સભ્ય હોય છે અને જયશાહને પસંદ કરવા સ્પષ્ટ કરે છે કે તે આઈસીસી બોર્ડમાં BCCI નું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને હવે નહીં મળે T20 ટીમમાં તક, BCCI અધિકારીએ કરી પુષ્ટિ!
ICC સૂત્રએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું- દરેક સભ્યએ જય શાહને ફાઈનાન્સ અને કોમર્શિયલ અફેયર્સ કમિટીના પ્રમુખ તરીકે સ્વીકાક કર્યા છે. ICC ચેરમેન સિવાય આ સમાન રૂપથી શક્તિશાળી ઉપ સમિતિ છે. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણી કરવી સામેલ છે.
ક્રિકેટના કેન્દ્રમાં છે ભારત
આઈસીસી સૂત્રએ કહ્યું, ભારત વૈશ્વિક ક્રિકેટનું વ્યાવસાયિક કેન્દ્ર છે અને 70 ટકાથી વધુ સ્પોન્સર આ ક્ષેત્રથી આવે છે, તેથી તે જરૂરી છે કે આઈસીસીની નાણાકીય તથા વાણિજ્યિક મામલાની સમિતિની અધ્યક્ષતા હંમેશા બીસીસીઆઈ દ્વારા કરવી જોઈએ.
બાર્કલે બન્યા ચેરમેન
ગ્રેગ બાર્કલેએ તેમની પુનઃનિયુક્તિ પર કહ્યું, "ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા એ એક સન્માનની વાત છે અને હું મારા સાથી ICC નિર્દેશકોનો તેમના સમર્થન માટે આભાર માનું છું." બાર્કલીને નવેમ્બર 2020 માં ICC અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન અને 2015માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ડિરેક્ટર હતા. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા એટલે કે 17 સભ્યોના બોર્ડમાં તેમને BCCIનું સમર્થન પણ હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube