નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં સમય મર્યાદાનો નિયમ કડક કરી લીધો છે. નવી પ્લેઇંગ કંડિશન જે ફ્રેન્ચાઇઝીની સાથે શેર કરવામાં આવી છે, તેમાં બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યુ કે, 20મી ઓવર 90 મિનિટમાં સમાપ્ત થઈ જવી જોઈએ. પહેલા 20મી ઓવર 90મી મિનિટમાં શરૂ થવી જરૂરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોર્ટસ વેબસાઇટ ક્રિકબઝ પ્રમાણે, ટીમોને મોકલેલા મેલમાં બીસીસીઆઈએ કહ્યું છે, મેચની ટાઇમિંગને નિયંત્રિત કરવા માટે દરેક ઈનિંગની 20મી ઓવર 90 મિનિટમાં સમાપ્ત થવી જોઈએ પહેલા 20મી ઓવર 90મી મિનિટમાં શરૂ થવી જરૂરી હતી. 


આ પોઈન્ટને સ્પષ્ટ કરતા બીસીસીઆઈએ કહ્યું, આઈપીએલ મેચોમાં દરેક કલાકમાં એવરેજ 14.11 ઓવર ફેંકવી પડશે (તેમાં ટાઇમ-આઉટ સામેલ નહીં થાય). કોઈપણ વિઘ્ન વગર રમાનાર મેચની એક ઈનિંગ 90 મિનિટમાં પૂરી થઈ ગવી જોઈએ (એટલે કે 85 મિનિટ રમત અને 5 મિનિટ ટાઇમ આઉટ માટે ). વિઘ્ન કે મોડી મેચોમાં જ્યાં નિર્ધારિત સમયમાં 20 ઓવર ન થાય તેમાં દરેક ઓવર માટે 4 મિનિટ 15 સેકેન્ડ વધારાની હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ


બીસીસીઆઈએ ટાઇમિંગને લઈને એક પગલું આગળ વધારતા અમ્પાયરને વધુ તાકાત આપી છે. આ ચોથા અમ્પાયરની જવાબદારી હશે કે જો બેટિંગ કરનારી ટીમ ઈરાદાપૂર્વક સમય બરબાદ કરે તો તેને ચેતવણી આપે. ચોથા અમ્પાયરને તે અધિકાર આપવામાં આવ્યો છે કે જો બેટિંગ ટીમને કારણ બોલિંગ કરનારી ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ન ફેંકી શકે તો બેટિંગ કરનારી ટીમના સમય કાપવામાં આવે. ચોથા અમ્પાયરની જવાબદારી હશે કે બેટિંગ કરનારી ટીમનો કેપ્ટન (જો ક્રિઝ પર ન હોય તો ) અને ટીમ મેનેજર, બન્નેને આ ચેતવણીનો ખ્યાલ હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube