દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે યૂએઈ અને ઓમાનમાં રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટના યજમાનીનો અધિકાર ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે રહેશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે તેની પુષ્ટિ કરી હતી કે ટી20 વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે. 


આઈસીસીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યૂએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેન્ટની બધી મેચ રમાશે. જેમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનું શેખ ઝાયદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube