BCCI To Take Big Step On Virat Kohli Rohit Sharma : ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હારની જવાબદારી ખુદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ લીધી છે. પરંતુ આ હારથી રોહિતની કેપ્ટનશિપ, તેની બેટિંગ, વિરાટ કોહલી સહિત સિનિયર ખેલાડીઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ સિનિયર ખેલાડીઓ સામે પગલાં લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાનેથી પણ સરકી ગઈ છે. આ ઉપરાંત ફાઇનલમાં પહોંચવાનો માર્ગ પણ ઘણો મુશ્કેલ બની ગયો છે. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તેને 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે.


બહુ આગળ વિચારી રહ્યો નથી: રોહિત
કેપ્ટન રોહિત, કોહલી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન માટે આ ઓસ્ટ્રેલિયન શ્રેણી છેલ્લી હોઈ શકે છે. પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન રોહિતે પોતાના ભવિષ્ય વિશે કહ્યું, 'અત્યારે હું વધારે આગળનું વિચારી રહ્યો નથી.'


રોહિતે વધુમાં કહ્યું, 'આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમે આગામી સીરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે ઓસ્ટ્રેલિયા છે. અમે ઑસ્ટ્રેલિયા સિરીઝ સિવાય બીજું કંઈ વિચારવાના નથી. આ સિરીઝ મારા માટે અત્યારે મહત્વની છે. અમે તેના પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું.


ચારેય સિનિયરો પોતાની હોમ ટેસ્ટ રમ્યા!
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ પીટીઆઈને કહ્યું, 'રિવ્યુ ચોક્કસપણે લેવામાં આવશે. ભારતીય ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. આ એક મોટી હાર છે (ન્યૂઝીલેન્ડ સીરિઝ). ઓસ્ટ્રેલિયા સિરીઝ ખૂબ નજીક છે અને ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં હવે કોઈ ફેરફાર થશે નહીં.


તેણે વધુમાં કહ્યું, 'જો ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં યોજાનારી WTC ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થઈ શકે તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ચાર સિનિયર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે નહીં. મામલો ગમે તે હોય, ચારેય પોતપોતાની ઘરઆંગણે ટેસ્ટ રમ્યા હોય તેવી શક્યતા છે.